Junagadh: સાસણ ખાતે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં 'બિગ કેટ કન્ઝર્વેશન' કાર્યક્રમ, શું થઈ ચર્ચા?
- જૂનાગઢ (Junagadh) સાસણ ખાતે વન્ય પ્રાણીનાઓના સંરક્ષણનો કાર્યક્રમ
- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવ, રાજ્ય કેબીનેટ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા
- મંત્રી પ્રવિણભાઈ માળી તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
- કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ જોડાયા
Junagadh: એશિયાટિક સિંહોના (Asiatic Lions) એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના આંગણે આજે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાસણ ખાતે આયોજીત આ 'બિગ કેટ કન્ઝર્વેશન' (Big Cat Conservation) કાર્યક્રમમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવોની સુરક્ષા, સિંહોનું સંવર્ધન (Breeding) અને પર્યાવરણીય સંતુલન જાળવવા અંગે તજજ્ઞો સાથે વિચાર-વિમર્શ કરવાનો છે.
જૂનાગઢ (Junagadh) સાસણ ખાતે વન્ય પ્રાણીનાઓના સંરક્ષણનો કાર્યક્રમ
આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી પ્રવીણ માળી સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ (Virtual) માધ્યમથી જોડાયા હતા અને સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. વન વિભાગના નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં સિંહોની વસ્તી અને તેમના કુદરતી આવાસના (Habitat) રક્ષણ માટે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
Addressing the Asiatic Lion Conservation Programme at Gir in Gujarat as a Precursor to International Big Cat Alliance Summit 2026. https://t.co/dKlmstNeZl
— Bhupender Yadav (@byadavbjp) May 14, 2026
સિંહોના રક્ષણ માટે વૈશ્વિક ચર્ચા
સમિટ દરમિયાન સિંહોના સંવર્ધન, સંરક્ષણ અને પર્યાવરણીય (Environmental Issues) બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે જણાવ્યું હતું કે, ગીરના સિંહો ભારતનું ગૌરવ છે અને તેમના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ અત્યાધુનિક ટેકનોલોજી અને સંસાધનો પૂરા પાડવામાં આવશે. પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું તે વિષય પર પણ અહીં મહત્વના સૂચનો લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Bhavnagar police: ભાવનગર પોલીસનું Mission Aarogyam, જવાનોના સ્વાસ્થ્ય માટે નવો સૂર્યોદય


