ગીર સફારીનું પ્લાનિંગ હોય તો વાંચી લેજો, આ તારીખથી સાસણ ગીર સહિત તમામ અભયારણ્યો 4 મહિના માટે બંધ
Junagadh Wildlife Sanctuary: જૂનાગઢના સાસણ અને ગિરનાર સહિતના તમામ અભયારણ્યો ચોમાસાને કારણે 23 તારીખથી ચાર મહિના માટે બંધ થશે. દર વર્ષે 16 જૂનથી બંધ થતા અભયારણ્યો આ વર્ષે પ્રથમ વખત પ્રવાસીઓ માટે સાત દિવસ વધુ ખુલ્લા રાખવામાં આવ્યા છે, ત્યારબાદ નિયમ મુજબ ચાર મહિના સુધી સિંહ સફારી સંપૂર્ણ બંધ રહેશે.
Advertisement
Sasan Gir Sanctuary Closed Date: જૂનાગઢ (Junagadh) અને ગિરમાં વન્યજીવ પ્રેમીઓ તથા પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે 16 જૂનથી વન્યજીવોના સંવર્ધન કાળ અને ચોમાસા (Monsoon) ની ઋતુને ધ્યાને રાખીને જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે વન વિભાગ (Forest Department) દ્વારા નિયમમાં મોટો ફેરફાર કરીને પ્રવાસીઓ માટે સાસણ અભયારણ્ય (Sasan Sanctuary) અને ગિરનાર અભયારણ્ય (Girnar Sanctuary) આગામી 23 તારીખથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

