Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Satadhar Controversy માં મોટા સમાચાર! હવે આ દિવસે યોજાશે શક્તિ પ્રદર્શન કાર્યક્રમ 'ચલો સતાધાર'

વિજયબાપુ સામે થયેલા આક્ષેપો બાદ તેમના સેવકગણ ખૂબ જ રોષે ભરાયા છે...
satadhar controversy માં મોટા સમાચાર  હવે આ દિવસે યોજાશે શક્તિ પ્રદર્શન કાર્યક્રમ  ચલો સતાધાર
Advertisement
  1. સતાધાર મહંત વિજયભગત સામે આક્ષેપો બાદ વિવાદનો મામલો (Satadhar Controversy)
  2. 'ચાલો સતાધાર' નો રવિવારનો કાર્યક્રમ હાલ પૂરતો રદ
  3. હવે 1 જાન્યુઆરી 'ચાલો સતાધાર' કાર્યક્રમ યોજાશે
  4. સતાધાર સેવકગણ દ્વારા 2025 નાં નવા વર્ષનાં પહેલા દિવસે શક્તિપ્રદર્શન કરાશે

Satadhar Controversy : અમરેલીમાં (Amreli) સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ (Mahant Vijay Bhagat) સામે અનેક ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. વિજયબાપુ સામે થયેલા આક્ષેપો બાદ તેમના સેવકગણ ખૂબ જ રોષે ભરાયા છે અને તેમનાં દ્વારા રવિવારે 'ચલો સતાધાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે આ કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી છે. જો કે, હવે નવા વર્ષનાં પહેલા દિવસે આ કાર્યક્રમ યોજી શક્તિપ્રદર્શન કરાશે એવી માહિતી છે.

આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?

Advertisement

નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં ગંભીર આક્ષેપો બાદ વિવાદ

જૂનાગઢ સતાધાર મહંત વિજયભગત સામે નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં ગંભીર આક્ષેપો થયા હતા, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. વિજયબાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો થતાં તેમનાં સેવકગણમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. આથી, વિજયબાપુનાં સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવા માટે રવિવારે 'ચલો સતાધાર' કાર્યક્રમનું (Chalo Satadhar) આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે એવી માહિતી મળી છે કે રવિવારનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. થયો હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન

નવા વર્ષનાં પહેલા દિવસે યોજાશે 'ચલો સતાધાર' કાર્યક્રમ

માહિતી અનુસાર, સતાધાર (Satadhar Controversy) સેવકગણ દ્વારા હવે નવા વર્ષ 2025 ના પહેલા દિવસે એટલે કે 1 લી જાન્યુઆરીનાં રોજ 'ચલો સતાધાર' કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કરાશે. 1 લી જાન્યુઆરીએ સતાધારમાં ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યમાં સાધુ-સંતો, મહંતો અને સેવકગણ હાજર રહેશે. ગુજરાતભરમાંથી સેવકોને હાજર રહેવા માટે આહ્વાન કરાયું છે.

આ પણ વાંચો - Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!

Tags :
Advertisement

.

×