Junagadh: ફોરેસ્ટ વિભાગમાં રૂપિયા લઇ નોકરી અપાવવાનું કૌભાંડ
- RFOની નોકરી માટે રૂ. 25 લાખ આપવાનું નક્કી કર્યુ હતુ
- પુત્રોને નોકરી અપાવવા 4.50 લાખ એડવાન્સ આપ્યા હતા
- MPના દિપક નામના ઈસમને રકમ આપવામાં આવેલી
Junagadh માં ફોરેસ્ટ વિભાગમાં નોકરી આપવાની બાબતે છેતરપિંડીનો બનાવ બન્યો છે. જેમાં RFOની નોકરી માટે 3 પરિવાર દ્વારા પોતાના પુત્રને નોકરી આપવાના બહાને રૂપિયા 25 - 25 લાખ આપવાનું નક્કી થયેલ હતું. તેમાં એડવાન્સ પેટે હાલ રૂપિયા 4 લાખ 50 હજાર કુલ ચૂકવાયા હતા. MPના દિપક નામના ઈસમને રકમ આપવામાં આવેલ હતી. બાદમાં ફરિયાદી કાળુ સોલંકીએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે MPનો યુવાન શંકાસસ્પદ ગતિ વિધીમાં વન વિભાગ કચેરીમાં જોવા મળેલ આ બાબતે DCF દ્વારા પોલીસને જાણ કરાઇ હતી.
સમગ્ર મામલે આશિષ નામનો ઈસમ મૂળ સૂત્રધાર
સમગ્ર મામલે આશિષ નામનો ઈસમ મૂળ સૂત્રધાર છે જે હજુ ફરાર છે. સમગ્ર મામલે હાલ 3 ઈસમ ઝડપાયા છે તેમાં એકને પકડવાનો બાકી છે. જુનાગઢ સી ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સરકારની અલગ અલગ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા પડાવવા રાજ્ય તથા આંતરરાજ્ય ગેંગના સભ્યો ઝડપી પાડ્યા છે.
ઓફિસની આસપાસ અમુક શંકાશીલ વ્યક્તિઓ દેખાયા
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસ્તારના સરદારબાગ ખાતે ફોરેસ્ટ વિભાગની ઓફિસની આસપાસ અમુક શંકાશીલ વ્યક્તિઓ દ્વારા સરકારી નોકરી લાલચ આપી અને લોકોને ઇન્ટરવ્યૂની બોગસ અને ખોટી કાર્યવાહી ચાલુ છે તેવી હકીકતના આધારે તુરંત જ માહિતી વાળી જગ્યાએ જઈ અને સરદારબાગ ફોરેસ્ટ ઓફિસની આસપાસ ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેથી તેઓને પોલીસ સ્ટેશન લઈ તેની પૂછપરછ કરતા તે લોકો સાથે છેતરપિંડી કરી અને અલગ અલગ સરકારી નોકરી આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવે છે.
જૂનાગઢના ત્રણ પરિવાર સાથે ડીલ થયેલી સામે આવી
ખાસ કરીને વન વિભાગની નોકરી બાબતે જૂનાગઢના ત્રણ પરિવાર સાથે ડીલ થયેલી સામે આવી છે. તેવું જાણવા મળેલ હોય જે અંગે ગુનો દાખલ કરી પોલીસે દિપક, વિનોદ ગઢવી, બાબુ પટેલ નામના ઈસમ ઝડપી પાડ્યા છે. તેમજ હજુ મુખ્ય આરોપીને પકડવાનો બાકી છે. તથા તપાસમાં ખુલે તે તમામ આરોપીઓને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો: સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેનના કોચ પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ