Junagadh: શ્રી ભવનાથ મહાદેવ મંદિરની જમીનનો ફરી વિવાદ વકર્યો, નવા મહંત નિયુક્તિ માંગ
- ભવનાથ મંદિર મહંત તરીકે હરિગીરી સાચા ઉતરાધિકારી નથી!
- મહંત રાજુગીરી જૂનાગઢ કલેકટર ને પત્ર લખી માંગ કરી
- વર્ષ 2021માં જૂનાગઢ કલેકટર ને આ મુદે લેખિત રજુઆત કરી હતી
- અખાડા અને ગુરુશિષ્ય પરંપરા મુજબ નવા મહંત ટ્રસ્ટીઓ નિમણુંક કરવા માંગ કરી
Junagadh: જૂનાગઢ શ્રી ભવનાથ મહાદેવ મંદિર મંદિરમાં વર્ષો સુધી સેવા આપનાર, બ્રહ્મલીન થયેલ આ મંદિરના ભૂતપૂર્વ મહંતશ્રી રમેશગીરીજી ગુરૂશ્રીના ચેલા હાલમાં વડોદરાના કરજણમાં રહેતા મહંતશ્રી રાજૂગીરી ગુરૂશ્રીને જૂનાગઢના શ્રી ભવનાથ મહાદેવ મંદિર મંદિરના નવા મહંત તરીકે નિમણુંક કરવા તેઓ સહિત તેમના શિષ્યો મેદાને ઉતર્યા છે. મહંતશ્રી રાજૂગીરી ગુરૂશ્રી જૂનાગઢ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપવાના છે.
ભવનાથ મંદિર માં મહંત તરીકે હરિગીરીની નિયુક્તિને લઇ સવાલો
નોંધનીય છે કે, હાલમાં જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ મહંતશ્રી હરીગીરીજી મહારાજ પાસે છે. જેને લઈને નવો વિવાદ શરૂ થયો છે. હાલ વડોદરાના કરજણમાં રહેતા મહંત શ્રી રાજુગીરી કમલાનંદ ગિરી (દશનામ અખાડા,ચૌદા મઢી)ના જ્યારે હાલ જૂનાગઢ શ્રી ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ કરતા મહંતશ્રી હરીગીરી મહારાજ (દશનામ અખાડા તેરા મઢી) સાચા ઉતરાધિકારી કમલાનંદ ગિરીના વારસદારો કહેવાય તેવું મહંતશ્રી રાજૂગીરી ગુરૂશ્રી જણાવ્યું છે.
આ પણ વાંચો: આયુર્વેદ દવા આપવાના નામે ઘરમાં ઘૂસી કરી લૂંટ, પહેલા મહિલાઓને બંધક બનાવી અને...
મહંતશ્રીની સમાધીને દરરોજ આરતી પુજા થાય છે.
શ્રી ભવનાથ મહાદેવ મંદિર રજીસ્ટર ટ્રસ્ટ નંબર.એ/201 મોજે ભવનાથ મુકામે આવેલ છે, ત્યાં સેકડો વર્ષોથી ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ ગુજરનાર મહંતશ્રીની સમાધી સંતો-મહંતોના નિયમોનુસાર બ્રહ્મલીન થનારના પાર્થિવ દેહને તેજ જગ્યામાં એટલે કે ભવનાથ મંદિરના પરિસરમાં જ સમાધી આવામાં આવે છે. અને ગુજરનાર મહંતશ્રીની સમાધીને દરરોજ આરતી પુજા થાય છે. બ્રહ્મલીન થયેલ આ મંદિરના ભુતપૂર્વ મહંતશ્રી રમેશગીરીજી ગુરૂશ્રી રઘુનાથગીરીજી ગત તારીખ 07-03-2015 ના રોજ શીવચરણ પામ્યા હતાં
ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ જ નવા મહંત નિમવાની પ્રણાલીઃ મહંતશ્રી રાજૂગીરી ગુરૂશ્રી
મહંતશ્રી રાજૂગીરી ગુરૂશ્રીએ કહ્યું કે, ‘ગુરૂ-શિષ્ય પરંપરાથી આદિ-ગાદીનો હક્ક ધરાવતી જગ્યા હોવાથી અહીં ફકત ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ જ નવા મહંત નિમવાની પ્રણાલી છે. જુના અખાડા અને સરકારશ્રીના નિયમો અનુસાર ફકત અને ફકત ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ જ નવા ટ્રસ્ટી મહંતશ્રીઓની નિમણૂક થાય.’ હવે અહીં ગાદીને લઈને મોટો વિવાદ શરૂ થયો છે.
આ પણ વાંચો: ફરીવાર BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ કરી મારામારી, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
જુનાગઢમાં ફરી શરૂ થયો ગાડી વિવાદ
શ્રી ભવનાથ મહાદેવ મંદિર પ્રાચીન મંદિર, સોમનાથ મહાદેવ મંદિર પછી ગરવા ગિરનારના સાનિધ્યમાં શ્રી ભવનાથ મહાદેવ મંદિરની ખુબજ પૌરાણિક ગાથાઓ ઇતિહાસમાં ગંઠાયેલી છે. લાખો ભાવીક શ્રધ્ધાળુઓ, સાધુ-સંતો, અને મહાત્માઓ ગિરનાર પરિકમાં અને ભવનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશમાંથી આવે છે. શ્રી ભવનાથ મહાદેવના પટાંગણમાં સેંકડો વર્ષોથી દર વર્ષે મહા શિવરાત્રીનો મેળો ભરાય છે.
આ પણ વાંચો: Bhavnagar: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!