Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: "સનાતન ધર્મ અજેય છે! "મહેશગીરી બાપુએ PM મોદીના પ્રવાસ પર કહ્યું આ મોટું વાક્ય

Junagadh: ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસમાં 2026નું વર્ષ અત્યંત મહત્વનું છે. આ વર્ષે મહમૂદ ગઝનવીએ 1026માં મંદિર પર કરેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે PM મોદી 10 તારીખે સોમનાથ જશે. ત્યારે PM મોદીના સોમનાથ પ્રવાસને લઈને મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે...
junagadh   સનાતન ધર્મ અજેય છે   મહેશગીરી બાપુએ pm મોદીના પ્રવાસ પર કહ્યું આ મોટું વાક્ય
Advertisement
  • PM મોદીના સોમનાથ પ્રવાસને લઈને મહેશગીરી બાપુનું નિવેદન
  • જૂનાગઢના (Junagadh) ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતનું નિવેદન
  • "ઈતિહાસની યાદ અપાવવા PM સોમનાથ આવી રહ્યા છે"
  • PM સોમનાથ સ્વાભિમાન પર્વની કરાવશે રજૂઆત
  • સોમનાથ મંદિર પર અનેક પ્રહારો થયાઃ મહેશગીરી બાપુ

Junagadh: ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસમાં 2026નું વર્ષ અત્યંત મહત્વનું છે. આ વર્ષે મહમૂદ ગઝનવીએ 1026માં મંદિર પર કરેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8થી 11 જાન્યુઆરી દરમિયાન અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે. આ પર્વ વર્ષભર ચાલશે અને તેનું મુખ્ય થીમ 'અટૂટ વિશ્વાસ' છે, જે ભારતીય સંસ્કૃતિની અવિનાશી શક્તિને દર્શાવે છે.

PM Modi Will Come To Somnath- junagadh- maheshgiri bapu-Gujarat first

Advertisement

PM મોદી 10 તારીખે સોમનાથ જશે

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) સૌરાષ્ટ્ર પ્રવાસ આવવાના છે. દરમિયાન, પીએમ મોદી 10 તારીખે સોમનાથ જશે. PM મોદી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે. 11 તારીખે બપોરે રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટ (Rajkot Regional Vibrant Summit) ખુલ્લું મૂકશે.

Advertisement

PM મોદીએ પોતાના બ્લોગમાં શું લખ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાત લેશે અને આ કાર્યક્રમોમાં ભાગ લેશે.   વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, 'વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ છે. સોમનાથ ભારત માતાનાં સ્વાભિમાનની ગાથા છે, ભારત માતાનાં વીર સંતાનોનાં અદમ્ય સાહસની ગાથા છે. ' PM મોદીએ લખ્યું કે, ' વર્ષ 2026 નું વર્ષ સોમનાથ મંદિર માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સોમનાથ પર પહેલા હુમલાના 1 હજાર વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1026 માં ગજનીએ આ મંદિર પર મોટું આક્રમણ કર્યુ હતું. આ આક્રમણ આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવા કરાયું હતુ. સોમનાથ હુમલો માનવ ઈતિહાસની સૌથી મોટી ત્રાસદીમાં સામેલ છે.'

મહંત મહેશગીરી બાપુએ PM મોદીની મુલાકાત પર શું કહ્યું ?

આ પ્રસંગે જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પણ ઉદ્બોધન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહમૂદ ગઝનવીએ વારંવાર મંદિર પર આક્રમણ કર્યા છતાં સનાતન ધર્મ અડગ રહ્યો છે. કોઈપણ સમાજ કે દેશ જો પોતાનો ઇતિહાસ ભૂલી જાય તો તેનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. પીએમ મોદીનો આ પ્રવાસ ઇતિહાસની યાદ અપાવવા માટે છે અને તેમના પ્રયાસથી વિશ્વભરમાં સનાતન ધર્મની ધજા લહેરાશે. મહેશગીરી બાપુએ આ પર્વને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પણ પ્રતીક છે. સોમનાથની આ કથા દર્શાવે છે કે વિનાશની શક્તિ ક્ષણિક હોય છે, પરંતુ વિશ્વાસ અને સંસ્કૃતિની શક્તિ શાશ્વત છે.

આ પણ વાંચો: vadodara: પાવાગઢ પ્રવાસે ગયેલા બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, 20 કલાકથી શોધખોળમાં છતા પણ પત્તો નહીં

Tags :
Advertisement

.

×