ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો! શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા

સ્કૂલ પ્રશાસન દ્વારા ઘટનાને દબાવી હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાનો વીડિયો વાઇરલ થતાં અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યાનો ભાંડો ફૂટ્યો છે.
10:49 PM Sep 02, 2025 IST | Vipul Sen
સ્કૂલ પ્રશાસન દ્વારા ઘટનાને દબાવી હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાનો વીડિયો વાઇરલ થતાં અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યાનો ભાંડો ફૂટ્યો છે.
Junagadh_Gujarat_first 1
  1. Junagadh નાં મધુરમ ખાતે હોસ્ટેલમાં વિદ્યાર્થીને ઢોર માર માર્યો
  2. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં બની સમગ્ર ઘટના
  3. ધો. 11 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના
  4. હોસ્ટેલનાં અન્ય વિદ્યાર્થીઓએ જ એક વિદ્યાર્થીને માર્યો માર!
  5. શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનામાં આપ્યા તપાસના આદેશ : શિક્ષણમંત્રી

Junagadh : મધુરમ ખાતે હોસ્ટલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની (Alpha International School) હોસ્ટેલમાં ધો. 11 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને હોસ્ટેલનાં જ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. 1 મહિના અગાઉ બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે. સ્કૂલ પ્રશાસન દ્વારા ઘટનાને દબાવી હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાનો વીડિયો વાઇરલ થતાં અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલ યોગ્ય તપાસની માગ ઊઠી છે. આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

આ પણ વાંચો - Anand : લ્યો બોલો! આંધ્રપ્રદેશ પોલીસનાં જવાનોને સ્થાનિકોએ ઢીબી નાખ્યા, કારણ ચોંકાવનારું!

Junagadh ની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો માર્યો માર!

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢના (Junagadh) મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના બની, જેમાં ધોરણ 11 માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીને હોસ્ટેલનાં જ અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જ્યારે ઘટના એક મહિના પહેલી બની હોવાની માહિતી છે. ઘટનાનો વીડિયો સામે આવતા વિદ્યાર્થીને હોસ્ટલનાં અન્ય વિદ્યાર્થીઓએ જ માર માર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે.

આ પણ વાંચો - Amreli : MLA કૌશિક વેકરીયાને લખેલા પત્રનો ઉલ્લેખ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ મેદાને!

હોસ્ટલનાં અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનો ઘટસ્ફોટ

વિદ્યાર્થી સાથે મારપીટનું કારણ હજું સુધી સ્પષ્ટ રીતે જાહેર થયું નથી. ભોગ બનનાર વિદ્યાર્થીએ અન્ય બહાનું કરતાં વાલી તેને હોસ્ટેલથી ઘરે લઈ આવ્યાં હતાં. પરંતુ, વિદ્યાર્થીને માર મારતા અન્ય વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. એક મહિના પહેલાં બનેલી આ ઘટનાને સ્કૂલ પ્રશાસને દબાવી દીધી હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે. આ મામલે યોગ્ય તપાસની માગ ઊઠી છે. આ અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનામાં તપાસનાં આદેશ આપ્યા છે. વિદ્યાર્થીને વધુ વાગ્યું હોત તો વિપરિત પરિણામ આવી શકતું હતું. હોસ્ટેલ ચલાવે એની પણ જવાબદારી બને છે.

આ પણ વાંચો - Ahmedabad : સરખેજના શકરી તળાવમાં એક સાથે 4 યુવક ડૂબ્યા, 2 નાં મોત, 1 બચ્યો, અન્ય એકની શોધખોળ

Tags :
Alpha International School hostel VideoGUJARAT FIRST NEWSJunagadhMadhuramPraful PansheriyaSchool AdministrationTop Gujarati Newsviral video
Next Article