Junagadh : છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા યુવકે કર્યો આપઘાત, મૃતક બાંટવાનો રહેવાસી
- Junagadh ની છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા યુવાને કર્યો આપઘાત
- અનુસુચિત કુમાર છાત્રાલયમાં રહેતો હતો યુવાન
- પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
- જયેશ સોલંકી નામના યુવાને કર્યો આપઘાત
- મૃતક Itiમાં અભ્યાસ કરતો હોવાનું પ્રાથમિક તારણ
Junagadh : જૂનાગઢમાં છાત્રાલય (hostel) માં આપઘાત (suicide) ની ઘટના બની છે, જેમાં યુવાને પોતાના રૂમ (room) માં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસે (police) અકસ્માત (accidental death) નો મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઘટના બનતાની સાથે છાત્રાલયનો સ્ટાફ (staff) અને અન્ય લોકો દોડી આવ્યા હતા.
જૂનાગઢમાં અનુસૂચિત કુમાર છાત્રાલયમાં યુવકનો આપઘાત
જયેશ સોલંકી નામના યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
મૃતક યુવાન જૂનાગઢના બાંટવા ગામનો વતની હોવાનું ખુલ્યું
મૃતક યુવક છાત્રાલયમાં રહી ITIમાં કરી રહ્યો હતો અભ્યાસ
આપઘાતનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તપાસ#Junagadh #SuicideCase… pic.twitter.com/4SoSQNcpNX— Gujarat First (@GujaratFirst) April 22, 2026
આપઘાત પાછળનું કારણ અકબંધ
યુવાને આપઘાત કર્યો તેનું કારણ અકબંધ છે, મહત્વની વાત એ છે કે, પોલીસને હાલમાં કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને આપઘાત કેમ કર્યો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે, મૃતક યુવાન બાંટવાનો રહેવાસી છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. મૃતક યુવાનની ઓળખ જયેશ સોલંકી તરીકે થઈ છે. યુવાનના આકસ્મિક પગલાંથી પરિવાર અને મિત્રવર્તુળમાં આઘાત ફેલાયો છે.
Junagadh: છાત્રાલયમાં બની દુઃખદ ઘટના
જૂનાગઢ (Junagadh) શહેરમાં આવેલ અનુસુચિત કુમાર છાત્રાલયમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા એક યુવાને પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ છાત્રાલય અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકને કોઈ સાથે પ્રેમ સબંધ હતો કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Junagadh Jail: જૂનાગઢ જેલમાં કેદીના ગાદલા નીચે એવું શું હતું? જે જોઈને જેલર પણ ચોંકી ગયા!


