Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh news: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય! કોણ બન્યું પ્રમુખ અને ઉપપ્રમુખ? જાણો વિગત

Junagadh news: જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણી ( Taluka Panchayat Election) માં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભાજપની સત્તા પર પકડ વધુ મજબૂત બની છે.
junagadh news  જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય  કોણ બન્યું પ્રમુખ અને ઉપપ્રમુખ  જાણો વિગત
Advertisement
  • Junagadh તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખનો ભવ્ય વિજય
  • આમ આદમી પાર્ટીના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા
  • સભ્યોની ગેરહાજરીથી ભાજપનો રસ્તો થયો એકદમ સરળ
  • વિજય બાદ ભાજપના કાર્યકરોએ લગાવ્યા જયઘોષ નારા
  • તાલુકા પંચાયતમાં ભાજપનો સત્તા પર થયો કબજો
  • ચૂંટણીમાં ભાજપના વિજયથી સમર્થકોમાં જોવા મળ્યો ઉત્સાહ
  • આમ આદમી પાર્ટીના સભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય

Junagadh news: જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણી ( Taluka Panchayat Election) માં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભાજપની સત્તા પર પકડ વધુ મજબૂત બની છે.

Junagadh તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય

આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. ચૂંટણીના પરિણામ બાદ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ પદે અંજનાબેન મારૂની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ સમજુભાઇ સોલંકીની કારોબારી સમિતિના ચેરમેન પદે નિયુક્તિ કરવામા આવી છે.

Advertisement

Junagadh news- Taluka Panchayat Election- Gujarat first

Advertisement

'આપ'ના સભ્યોની ગેરહાજરી બની ચર્ચાનો વિષય

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો વિજય રસ્તો એકદમ સરળ બની ગયો હતો. આ ઘટના જૂનાગઢના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરીના કારણે ચૂંટણીમાં ભાજપ સામે કોઈ મોટો પડકાર રહ્યો ન હતો.

કાર્યકરોમાં ઉત્સાહ

વિજયની જાહેરાત થતા જ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી અને “ભારત માતા કી જય” ના નારા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Bhavnagar News: અસામાજિક તત્વોના ઘરે પોલીસ અને PGVCL નું સંયુક્ત ચેકિંગ, વીજ ચોરીનો પર્દાફાશ

Tags :
Advertisement

.

×