Junagadh: જેન્સી કાનાબારના જૂનાગઢના લોકોએ કર્યા હરખ સાથે વધામણા, દેશનું નામ રોશન કરીને પરત ફરી દીકરી
- Junagadh: જૂનાગઢ પરત ફરી જેન્સી કાનાબાર
- જેન્સી કાનાબારે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ કર્યું છે રોશન
- ઓસ્ટ્રેલિયન ઓપન ટેનીસ એશીયા પેસીફિકમાં બની છે ચેમ્પિયન
- જૂનાગઢની જનતાએ જેન્સીનું કર્યું ભવ્ય સ્વાગત
Junagadh: જૂનાગઢની દીકરી જેન્સી કાનાબાર (Jensi Kanabar) માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જૂનાગઢના નાગરિકોએ જેન્સીને ફૂલડે વધાવી લીધી હતી. ગુજરાત-દેશ અને જૂનાગઢનું નામ રોશન કરનાર દીકરીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Junagadh: જનતાએ દીકરીના કર્યા વધામણાં
જેન્સી કાનાબારના સ્વાગત (Welcome) માટે સ્થાનિક ધારાસભ્ય (MLA), મેયર (Mayor), જૂનાગઢ મનપાના સત્તાધીશો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ પણ જેન્સીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ જેન્સી કાનાબારને ઓપન જીપમાં બેસાડીને વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન જેન્સીન પિતા (Father) દીપકભાઈ કાનાબાર પણ ઉપસ્થિત હતા.
Junagadh: જેન્સીએ દેશની ખ્યાતિમાં વધારો કર્યો
જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયા (Australia) માં ગુજરાતની સાથે દેશનું નામ રોશન કર્યું છે. જેન્સી ઓસ્ટ્રેલિયા ઓપન અંડર-14 (Open Under-14) નું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બની છે. જેન્સી એશિયા-પેસિફિક કેટેગરી (Asia-Pacific Category) માં ગર્લ્સ સિંગલ્સ (Girls Singles) માં ચેમ્પિયન (Champion) બની છે.
Jensi Kanabar : જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું શહેરમાં ભવ્ય સ્વાગત
આંતરરાષ્ટ્રીય ફલક પર દેશનું નામ રોશન કરનાર જેન્સીનું સન્માન
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિકમાં બની ચેમ્પિયન
અંડર-14 વુમન્સ ટાઈટલ જીતી ભારતને અપાવ્યું ગૌરવ
માદરે વતન જૂનાગઢ પહોંચતા બાઈક રેલી સાથે સ્વાગત… pic.twitter.com/04VZuDxKBP— Gujarat First (@GujaratFirst) February 2, 2026
આ પણ વાંચો---- Swarupji Thakor: સમાજમાં નવા બંધારણની અમલવારી, રાજ્યકક્ષાના મંત્રીએ ઘરેથી કરી શરૂઆત
આ પણ વાંચો---- Kheda: "સોરી મમ્મી..." લખી જય પાટીલે જીવન ટૂંકાવ્યું, નડિયાદની દિનશા પટેલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત!


