Junagadh: જૂનાગઢમાં કરુણાંતિકા, પરીક્ષાના ડરમાં ડિપ્લોમાની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું!
જૂનાગઢમાં અભ્યાસના ભાર અને પરીક્ષાના વધતા જતા માનસિક દબાણે વધુ એક આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી યુવતીએ પરીક્ષા નજીક આવતા અનુભવેલા અસહ્ય ટેન્શનને કારણે પોતાના જ નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. આ આઘાતજનક ઘટનાથી શૈક્ષણિક આલમમાં શોક વ્યાપી ગયો છે અને કેશોદ પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.
Advertisement
- Junagadh: જૂનાગઢમાં ડિપ્લોમાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી
- ભણતરના ભાર તળે કચડાયું વહાલ જીવન
- જૂનાગઢમાં પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા
- કોલેજની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થિનીએ મોતને વહાલું કર્યું
Junagadh: જૂનાગઢ જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં અભ્યાસના ભાર અને પરીક્ષાના ટેન્શનને (Tension) કારણે એક આશાસ્પદ વિદ્યાર્થિનીએ આત્મહત્યા (Suicide) કરી લીધી છે. ભવિષ્યના સપનાઓ સેવતી દીકરીએ અચાનક આ પગલું ભરી લેતા સમગ્ર શૈક્ષણિક જગત અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરીક્ષાના ડરને કારણે સર્જાયેલી આ ઘટનાએ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) અને વિદ્યાર્થીઓ પરના દબાણ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

