ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : કૃષિ યુનિવર્સિટીનાં વી.સી‌. સવાલોના ઘેરામાં, ગંભીર આરોપ થતાં વિવાદ

સાથે જ પોતાની ઘરની કંપનીને માન્યતા આપવા માટે 200 થી વધુ એજન્સીઓને ડિસ્કોલિફાઈડ કર્યાનો પણ આરોપ છે.
10:34 PM May 17, 2025 IST | Vipul Sen
સાથે જ પોતાની ઘરની કંપનીને માન્યતા આપવા માટે 200 થી વધુ એજન્સીઓને ડિસ્કોલિફાઈડ કર્યાનો પણ આરોપ છે.
Junagadh_Gujarat_first
  1. Junagadh કૃષિ યુનિવર્સિટીનાં વી.સી‌. સવાલોનાં ઘેરામાં!
  2. પુત્રવધૂ અને યુનિ.નાં અધિકારીની એજન્સીને આપ્યો વર્ક ઓર્ડર!
  3. જેમ પોર્ટલ પરથી મંગાવી હતી મેનપાવર માટેની એજન્સી
  4. જે.પી. વેન્ટર્સ નામની એજન્સીને આપી દીધો કોન્ટ્રાક્ટ
  5. યુનિવર્સિટીનાં અન્ય અધિકારી આ કંપનીમાં પાર્ટનર હોવાની રાવ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં (Junagadh Agricultural University) વી.સી‌. સવાલોનાં ઘેરામાં આવ્યા છે. મેનપાવર રાખવાનો કોન્ટ્રાક્ટ પોતાની પુત્રવધૂ અને યુનિ. નાં કેટલાક અધિકારીની એજન્સીને આપ્યો હોવાના આક્ષેપ થયા છે. 'જેમ' પોર્ટલ પરથી મેન પાવર માટેની એજન્સી મંગાવી હતી. જે.પી. વેન્ટર્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાનો આરોપ થયો છે. સાથે જ પોતાની ઘરની કંપનીને માન્યતા આપવા માટે 200 થી વધુ એજન્સીઓને ડિસ્કોલિફાઈડ કર્યાનો પણ આરોપ છે. જો કે, આ સમગ્ર મામલે વી.સી. ચોવટીયાએ મૌન ધારણ કરી લેતા અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો - Sabardairy : શું ખરેખર લાખો રૂપિયા લઈ માનીતા અને સગા-વ્હાલાઓને નોકરી અપાય છે ?

પુત્રવધૂ અને યુનિ.નાં અધિકારીની એજન્સીને વર્ક ઓર્ડર આપ્યાનો આરોપ

જુનાગઢ (Junagadh) કૃષિ યુનિવર્સિટીનાં વી.સી‌. ચોવટીયા વિવાદમાં સપડાયા છે. આરોપ છે કે 115 જગ્યા આઉટસોર્સિંગથી ભરવા માટે મેનપાવર રાખવાનો કોન્ટ્રાક્ટ પોતાની પુત્રવધૂ અને યુનિ. નાં કેટલાક અધિકારીની એજન્સીને આપ્યો હતો. જે.પી. વેન્ટર્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાનો આરોપ છે. આ એજન્સીમાં યુનિવર્સિટીનાં અન્ય અધિકારી પણ પાર્ટનર હોવાની રાવ છે. માહિતી અનુસાર, એપ્રિલ માસથી કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકીઓ આપતું હતું પરંતુ..!

200 થી વધુ એજન્સીઓને ડિસ્કોલિફાઈડ કરવાનો પણ આક્ષેપ

એવો પણ આરોપ થયો છે કે પોતાની ઘરની કંપનીને માન્યતા આપવા માટે 200 થી વધુ એજન્સીઓને ડિસ્કોલિફાઈડ કરવામાં આવી હતી. જો કે, આ સમગ્ર મામલે જ્યારે વી.સી. ચોવટીયાને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. વી.સી. ચોવટીયા મૌન ધારણ કરી લેતા સવાલોનાં ઘેરામાં આવ્યા છે. જો આ મામલે તપાસ થાય તો મોટો ખુલાસો થઈ શકે છે તેવી ચર્ચાઓ છે.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો : અમિત શાહ

Tags :
gujaratfirstnewsJ.P. VentersJunagadhJunagadh Agricultural UniversityTop Gujarati NewVC Chowatia
Next Article