Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: પોલીસ ભરતીની પરીક્ષામાં નાપાસ થતાં 21 વર્ષિય યુવતીએ ફાંસો ખાધો

જૂનાગઢના વધાવી ગામમાં 21 વર્ષીય પૂનમબેન મારડીયાએ પોલીસ ભરતી પરીક્ષામાં માત્ર એક-બે માર્કસથી નાપાસ થતા માનસિક આઘાતમાં આવી આપઘાત કર્યો છે. પિતાની જાણ બાદ જૂનાગઢ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં અને પરિવારમાં ઘેરા શોકની લાગણી જન્માવી છે.
junagadh  પોલીસ ભરતીની પરીક્ષામાં નાપાસ થતાં 21 વર્ષિય યુવતીએ ફાંસો ખાધો
Advertisement
  • Junagadh તાલુકાના વધાવી ગામમાં 21 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો
  • પુનમબેન મારખીભાઈ મારડીયાએ દુપટ્ટો બાંધી ફાંસો ખાધો
  • પોલીસ ભરતી પરીક્ષામાં એકથી બે માર્કે નાપાસ થતાં પગલું ભર્યું

Junagadh Suicide Case: જૂનાગઢ જિલ્લાના વધાવી (Vadhavi) ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 21 વર્ષીય યુવતીએ પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતા આત્મહત્યા (Suicide) કરી કરી લીધી છે. પૂનમબેન મારખીભાઈ મારડીયા (Punamben Markhibhai Maradiya) નામની યુવતીએ પોતાના ઘરે દુપટ્ટો (Dupatta) બાંધી ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Junagadh Suicide Case: નાપાસ થતાં આત્મઘાતી પગલું ભર્યું

મળતી માહિતી મુજબ પૂનમબેન લાંબા સમયથી પોલીસ ભરતી પરીક્ષા (Police Recruitment Exam) માટેની તનતોડ તૈયારી કરી રહ્યા હતા. તેમનું સપનું પોલીસ દળમાં જોડાઈને સેવા કરવાનું હતું. તાજેતરમાં જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં તેઓ માત્ર એક કે બે માર્કસ (Marks) માટે નાપાસ થયા હતા. સફળતાની આટલી નજીક હોવા છતાં નિષ્ફળતા મળતા યુવતીને ભારે માનસિક આઘાત (Mental Trauma) લાગ્યો હતો. આ હતાશામાં જ તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.

Advertisement

પરિવારમાં શોકનું મોજું અને પોલીસ તપાસ

આ ઘટનાની જાણ થતા જ પિતા મારખીભાઈએ (Markhibhai) તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જુવાનજોધ દીકરીના આકસ્મિક અવસાનથી પરિવાર ભાંગી પડ્યો છે. જૂનાગઢ તાલુકા પોલીસ (Junagadh Taluka Police) દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પંચનામું (Inquest) કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ (Investigation) હાથ ધરવામાં આવી છે અને યુવતીના અંતિમ પગલા પાછળ અન્ય કોઈ કારણો છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

નાપાસ થવા જેવી બાબતે જીવન ટૂંકાવવું તે લાલબત્તી સામન

આ ઘટના ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર સવાલો ઊભા કરે છે. પરીક્ષામાં નિષ્ફળતા એ જીવનની હાર નથી. યુવાનોએ હિંમત હાર્યા વગર ફરી પ્રયત્ન કરવો જોઈએ અથવા પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ જેથી આવા અકાળે મોતના કિસ્સા અટકાવી શકાય.પૂનમબેન જેવી આશાસ્પદ યુવતીએ માત્ર 1-2 માર્ક (Marks) માટે જીવન ટૂંકાવ્યું તે ઘટના લાલબત્તી સમાન છે. સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) એ માત્ર કારકિર્દીનો એક ભાગ છે, સમગ્ર જીવન નથી. મહેનત કરવા છતાં નિષ્ફળતા મળે ત્યારે માનસિક આઘાત (Mental Trauma) અનુભવવાને બદલે એ યાદ રાખો કે, કોઈ પણ નોકરી (Job) તમારા અમૂલ્ય જીવનથી મોટી નથી.

આ પણ વાંચોઃ Junagadh: Kirti Patel ને ત્રણેય કેસમાં રાહત, પોલીસ સાથે ગેરવર્તન કરવાના કેસમાં પણ મુક્ત! જુઓ પછી શું કહ્યું?

આ પણ વાંચોઃ Gandhinagar: 24 કલાકમાં 3 પોલીસકર્મીના આપઘાત, હેડ કોન્સ્ટેબલ Upendrasinh Vaghela જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ!

Tags :
Advertisement

.

×