Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: નાંદરખી ગામે મહિલા સહિત 3 ઈજાગ્રસ્ત, સોશિયલ મીડિયાની પોસ્ટથી હિંસક અથડામણ!

Junagadh: માંગરોળના નાંદરખી ગામે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ થતા એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જાહેરમાં થયેલી આ મારામારીમાં મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. શીલ પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
junagadh  નાંદરખી ગામે મહિલા સહિત 3 ઈજાગ્રસ્ત  સોશિયલ મીડિયાની પોસ્ટથી હિંસક અથડામણ
Advertisement
  • Junagadh: માંગરોળના નાંદરખી ગામે જૂથ અથડામણ
  • નાંદરખી ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ
  • જાહેરમાં મારામારીના દ્રશ્યો આવ્યા સામે
Junagadh: જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના નાંદરખી ગામે (Nandarkhi village) સોશિયલ મીડિયામાં એક ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ થયા બાદ મામલો ગંભીર બન્યો છે. અહીં એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. આ જૂથ અથડામણમાં લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવતા એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

એક પોસ્ટે કરાવી હિંસક અથડામણ!

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદરખી ગામે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ બાબતે ઉશ્કેરણીજનક મેસેજ અને સ્ટેટસ મુકવામાં આવ્યા હતા. આ મેસેજને લઈને બે જૂથ વચ્ચે મનદુઃખ સર્જાયું હતું. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાહેર માર્ગો પર જ બંને પક્ષના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. ધોળે દિવસે જાહેરમાં થયેલી આ મારામારીના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જેમાં લોકો ઉશ્કેરાયેલા જોવા મળી રહ્યા છે.

Advertisement

ઈજાગ્રસ્તોની સ્થિતિ

આ હિંસક અથડામણમાં ત્રણ લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં આપ્યા બાદ, તેમની હાલત વધુ નાજુક જણાતા તાત્કાલિક અસરથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને ત્યાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

Advertisement

Junagadh: પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ શીલ પોલીસનો કાફલો નાંદરખી ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગામમાં વધુ ફોર્સ ઉતારી દેવામાં આવી છે જેથી શાંતિ જળવાઈ રહે. પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. ઉશ્કેરણીજનક મેસેજ કોણે વાયરલ કર્યો અને હિંસાની શરૂઆત કોણે કરી તે દિશામાં શીલ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે ગ્રામજનોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે ગામમાં જે અશાંતિ ફેલાઈ છે તેને લઈને તંત્ર પણ કડક વલણ અપનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Junagadh: સિંહણને બંદૂકની ગોળી મારવા જતાં વનકર્મીને વાગી! ખસેડાયા સારવાર હેઠળ

Tags :
Advertisement

.

×