Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વિસાવદરના સ્થાનિકોનો રોષ, કહ્યું- MLA Gopal Italia આખા રાજ્યમાં ફરે છે મતવિસ્તારમાં જ ગાયબ

વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે. ચૂંટણીના વચનો પૂર્ણ ન કરવા, વિસ્તારમાં સતત ગેરહાજર રહેવું અને સ્થાનિક પ્રશ્નોને નજરઅંદાજ કરવા જેવા ગંભીર આક્ષેપો તેમના પર થઈ રહ્યા છે. લોકોનું માનવું છે કે ધારાસભ્ય પ્રજાના વિકાસને બદલે માત્ર પોતાના અંગત પ્રચારમાં જ વ્યસ્ત રહે છે.
વિસાવદરના સ્થાનિકોનો રોષ  કહ્યું  mla gopal italia આખા રાજ્યમાં ફરે છે મતવિસ્તારમાં જ ગાયબ
Advertisement
  • Visavadar ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સામે લોકોમાં આક્રોશ
  • જનતાના કોઈ કામ ન થયા હોવાના ગોપાલ ઇટાલિયા સામે આરોપ
  • ધારાસભ્ય બન્યા બાદ માત્ર ગોપાલનો વિકાસ થયો હોવાનો દાવો 

વિસાવદર (Visavadar) મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા (MLA Gopal Italia) સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જનતાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં (Problem Solving) તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા, પાણી અને અન્ય પાયાની સુવિધાઓની સ્થિતિ ઠેરની ઠેર છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ચૂંટણીના વાયદા માત્ર કાગળ પર

મતદારોનો દાવો છે કે ચૂંટણી સમયે કરવામાં આવેલા મોટા-મોટા વાયદાઓ (Promises) હજુ સુધી પૂર્ણ થયા નથી.  ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પરિવર્તનની વાતો કરીને મતો મેળવ્યા હતા, પરંતુ સત્તામાં આવ્યા બાદ તેઓ આપેલા વચનો ભૂલી ગયા છે. ધારાસભ્ય પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ પર તેઓ ખરા ઉતર્યા નથી, જેને લઈને સામાન્ય જનતામાં છેતરાયા હોવાની લાગણી જન્મી છે.

Advertisement

MLA Gopal Italia એ પોતાનો વિકાસ કે જનતાનો?

લોકોમાં ચર્ચા છે કે ધારાસભ્ય બન્યા બાદ જનતાનો કોઈ વિકાસ થયો નથી, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયાનો પોતાનો વિકાસ (Personal Development) ચોક્કસ થયો છે. મતદારો આક્ષેપ કરી રહ્યા છે કે ધારાસભ્ય પાસે માત્ર પોતાની છબી સુધારવા અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય છે, પરંતુ જે લોકોએ તેમને જીતાડ્યા છે તેમના પ્રત્યે તેઓ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.

Advertisement

 શું પોતાના મત વિસ્તરામાં ફરકતાં પણ નથી?

સૌથી વધુ રોષ એ બાબતે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આખા રાજ્યમાં પ્રવાસ કરે છે અને સંગઠનલક્ષી વાતો કરે છે, પરંતુ પોતાના જ મતવિસ્તારમાં તેઓ ભાગ્યે જ જોવા મળે છે. "વિસાવદરવાળી કરવાની" વાતો આખા રાજ્યમાં થાય છે, પરંતુ ખુદ વિસાવદરની જનતા જ નેતાની ગેરહાજરીથી (Absence) પરેશાન છે. સ્થાનિકોના મતે  ધારાસભ્ય બન્યા પછી તેઓ પ્રજાના સુખ-દુઃખમાં સહભાગી થવાને બદલે માત્ર રાજ્ય કક્ષાના રાજકારણમાં જ વ્યસ્ત રહે છે.  સ્થાનિકોના આ આક્ષેપો બાદ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

આ પણ વાંચોઃ Surat માં ચૂંટણી પહેલા AAP ને મોટો ફટકો, આ બેઠકના ઉમેદવારે કરી લીધો કેસરીયો ધારણ

Tags :
Advertisement

.

×