Junagadh: વિસાવદરમાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝડપી! કેમ થઈ બબાલ?
- Junagadh ની વિસાવદર નગરપાલિકામાં બબાલ
- ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી
- નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં બઘડાટી
Junagadh:જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) નગરપાલિકામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના ગજગ્રાહે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપ (BJP) શાસિત આ નગરપાલિકામાં ચીફ ઓફિસર પી.જે. વઘાસીયા (Chief Officer P.J. Vaghasiya) અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માગરોળીયા (Vice President Ramesh Magroliya) વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા ચકચાર મચી ગઈ છે.
Junagadh: વિકાસકામો મુદ્દે વિવાદની ચિનગારી
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી શહેરના વિકાસના કામો (Development Works) ના આયોજન અને અમલીકરણ બાબતે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. આ મામલે રજૂઆત કરવા ગયેલા ઉપપ્રમુખ અને અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ચર્ચા ચાલી રહી હતી, જે દરમિયાન મામલો બિચક્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના પ્રાથમિક પ્રશ્નોના નિકાલમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે સભ્યો રોષે ભરાયા હતા.
Junagadh: ધમકીના આક્ષેપો
આ આખી ઘટનામાં બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઉપપ્રમુખ રમેશ માગરોળીયા અને અન્ય નગરસેવકોએ આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર પી.જે. વઘાસીયાએ આવેશમાં આવીને તેઓને છરી (Knife) બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, સામા પક્ષે ચીફ ઓફિસરે પોલીસને આપેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ઉપપ્રમુખ અને ભાજપના નગરસેવકના સંબંધીઓએ તેમની ચેમ્બરમાં ઘૂસીને બિભત્સ ગાળો (Abusive Language) આપી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી હતી.
આ પણ વાંચોઃ Junagadh: આ છે પાણીનું મૂલ્ય? ઝાંઝરડા ગામે ટાંકીનો વાલ્વ તૂટતા હજારો ગેલન પાણી વહી ગયું!
છરી બતાવવાના આક્ષેપ નકાર્યા
ઉપપ્રમુખ અને અન્ય નગર સેવકના પતિએ આક્ષેપ કર્યો છે કે ચીફ ઓફિસર છરી બતાવી છે. જોકે ચીફ ઓફિસરે ખુલાસો કર્યો છે કે બંને શખ્સોએ તેમની ચેમ્બરમાં ગાળો બોલી હુમલો કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે સ્વ બચાવમાં પેપર કટર રાખ્યું હતું નહીં કે છરી.
પોલીસ તપાસનો ધમધમાટ
આ બઘડાટી બાદ બંને પક્ષો વિસાવદર પોલીસ સ્ટેશન (Visavadar Police Station) પહોંચ્યા હતા. ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે એકબીજા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવા અરજી (Application) આપી છે. પોલીસે હાલમાં બંને પક્ષની અરજીઓ સ્વીકારીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
રાજકારણમાં ગરમાવો
અધિકારી સાથે થયેલી આ અથડામણે રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે. એક બાજુ વહીવટી અધિકારી પર છરી બતાવવાનો ગંભીર આક્ષેપ છે, તો બીજી બાજુ પદાધિકારીઓ પર ફરજમાં રૂકાવટ અને ધમકીના આક્ષેપો છે.
આ પણ વાંચોઃ Operation Mule Hunt: જૂનાગઢ પોલીસે રુ. 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો!


