Junagadh: "સૂરજ ભુવાજીના ઈશારે અમને ફસાવાયા", હોસ્પિટલના બિછાનેથી દિવ્યા સાવલાણીના પોલીસ પર ગંભીર આક્ષેપો
- જૂનાગઢ (Junagadh) માં હાઈવોલ્ટેજ ડ્રામા: કિર્તી પટેલ (Kirti Patel) સામે ત્રીજી FIR
- મિત્ર દિવ્યા સાવલાણી (Divya Savlani) એ ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ!
- હોસ્પિટલના બિછાનેથી દિવ્યા સાવલાણી (Divya Savlani) ના પોલીસ પર ગંભીર આક્ષેપો
- અશરફ સીડા (Ashraf Sida) બાદ હવે દિવ્યા સાવલાણીએ ગટગટાવી ઝેરી દવા
- કિર્તી પટેલ ગેંગ સામે ખંડણી અને દુષ્કર્મની ધમકીનો ગુનો
- દિવ્યા સાવલાણીએ ઝેરી દવા પી ફેસબુક પર વીડિયો વાયરલ કર્યો
Junagadh: જૂનાગઢ (Junagadh) માં મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ બાદ સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલ (Kirti Patel) ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાઈ છે. અશરફ સીડા (Ashraf Sida) નામના યુવકે કિર્તી પટેલ અને તેની મિત્ર દિવ્યા સાવલાણી (Divya Savlani) સહિતના શખ્સોના ત્રાસથી ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે કિર્તી પટેલ સહિત પાંચ લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
ગઈકાલે અશરફ સીડા (Ashraf Sida) એ કિર્તી પટેલ (Kirti Patel) ની મિત્ર દિવ્યા સાવલાણી (Divya Savlani) અને તેના મળતીયાઓના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અશરફની ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે, કિર્તી પટેલ, દિવ્યા સાવલાણી , જશપાલસિંહ (દિવ્યાનો મિત્ર), હનુ રાણાભાઈ ચાવડા, વીરમ ચોથાભાઈ મેવાડા સામે ખંડણી માંગવી, દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવી અને જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ ગુન્હો નોંધ્યો છે. કિર્તી પટેલ સામે જૂનાગઢમાં આ ત્રીજી ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે.
Junagadh : જૂનાગઢમાં કીર્તિ પટેલ વિવાદમાં નવો વળાંક! | Gujarat First
ગુનો નોંધાતા જ દિવ્યા
સાવલાણીએ ઝેરી દવા પીધીજૂનાગઢમાં કીર્તિ પટેલ ત્રીજો ગુનો દાખલ થયાનો મામલો
કીર્તિ પટેલ સાથે દિવ્યા સાવલાણી પર પણ ગુનો નોંધાયો
દિવ્યા સાવલાણીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ… pic.twitter.com/vvUbgDtfIB— Gujarat First (@GujaratFirst) February 21, 2026
દિવ્યા સાવલાણીનો વળતો પ્રહાર અને આત્મહત્યાનો પ્રયાસ
પોલીસ ફરિયાદ બાદ આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી દિવ્યા સાવલાણીએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલના બિછાનેથી દિવ્યાએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "પોલીસે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના જ અમારી સામે ગુન્હો દાખલ કરી દીધો છે. પોલીસને માત્ર કિર્તી પટેલ જ દેખાય છે."
સારવાર દરમિયાન દિવ્યાએ પોલીસ અને ફરિયાદી પક્ષ પર આકરા પ્રહારો કર્યા
1.તપાસ વિના કાર્યવાહી: દિવ્યાનો આરોપ છે કે પોલીસે કોઈપણ પ્રાથમિક તપાસ કર્યા વિના માત્ર કિર્તી પટેલના નામનો ઉપયોગ કરીને રાજકીય કે અન્ય દબાણ હેઠળ ગુનો નોંધ્યો છે.
2.મોટા માથાના ઈશારે ફરિયાદ: તેણે દાવો કર્યો હતો કે સૂરજ ભુવાજી અને અન્ય 'મોટા માથા'ના ઈશારે તેમને જાણીજોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે.
3. ફર્યાદીના ચરિત્ર પર સવાલ: દિવ્યાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "અશરફ સીડાએ અનેક નિર્દોષ દીકરીઓની જિંદગી બગાડી છે. મારી પાસે તેના તમામ કાળા કારનામાના પુરાવા છે, તેમ છતાં પોલીસ તેની ફરિયાદ સાંભળે છે."
પોલીસની તપાસ અને વર્તમાન સ્થિતિ
જૂનાગઢમાં કિર્તી પટેલ સામે આ ત્રીજો ગુનો નોંધાયો છે. બીજી તરફ, બંને પક્ષો (અશરફ અને દિવ્યા) દ્વારા ઝેરી દવા પીવાના કિસ્સાને પગલે હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ હાલમાં દિવ્યા સાવલાણી પાસે રહેલા પુરાવાઓ અને અશરફ સીડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ધમકીભર્યા કોલ્સની વિગતો પણ તપાસનો મુખ્ય હિસ્સો બનશે. બંને પક્ષો દ્વારા આત્મહત્યાના પ્રયાસ અને ગંભીર ગુન્હાઓની કલમોને કારણે શહેરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Studio on Wheels : ખેડૂતનો દીકરો જ્યારે IAS બન્યો ત્યારે આખું ગામ લેવા આવ્યું, વાંચો મહેસાણા કમિશનરનો ખાસ ઈન્ટરવ્યુ


