Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: યુવતીએ ફિનાઈલ પીધું અને બ્લેડથી હાથ પર ઘા કર્યા, જાણો સમગ્ર મામલો

Junagadh News: જૂનાગઢમાં એક ખાનગી બેંકમાં નોકરી કરતી સનાબેન કાસમભાઈ હોથી નામની યુવતીએ ગંભીર પગલું ભરી આત્મહત્યાની કોશિશ કરી છે. પીડિત યુવતીએ જાહેરમાં ફિનાઈલ (Phenyl) પીવાની સાથે પોતાના હાથ પર બ્લેડ (Blade) વડે ઘા કર્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
junagadh news  યુવતીએ ફિનાઈલ પીધું અને બ્લેડથી હાથ પર ઘા કર્યા  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Junagadh માં યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ
  • જાહેરમાં ફિનાઈલ પી વીડિયો કર્યો વાયરલ
  • યુવતીએ હાથ પર બ્લેડ વડે માર્યા ઘા
  • કેશોદની જ્યોતિ મેસવાણીયા પર લગાવ્યો આરોપ
  • જ્યોતિ અને ધવલ ઉર્ફે ભૂરાનો ત્રાસ આપતાનો આરોપ

Junagadh News: જૂનાગઢમાં એક ખાનગી બેંકમાં નોકરી કરતી સનાબેન કાસમભાઈ હોથી નામની યુવતીએ ગંભીર પગલું ભરી આત્મહત્યાની કોશિશ કરી છે. પીડિત યુવતીએ જાહેરમાં ફિનાઈલ (Phenyl) પીવાની સાથે પોતાના હાથ પર બ્લેડ (Blade) વડે ઘા કર્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Junagadh માં યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ

યુવતીએ કેશોદની જ્યોતિ મેસવાણીયા (Jyoti Mesvaniya) અને તેના મિત્ર ધવલ ઉર્ફે ભૂરા (Dhaval alias Bhuro) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત યુવતીના જણાવ્યા અનુસાર, જ્યોતિ અને ધવલ છેલ્લા પાંચ મહિનાથી તેને સતત હેરાન (Harassment) કરતા હતા. ગઈકાલે જ્યારે તે કેશોદ ખાતે ખરીદી કરવા ગઈ હતી, ત્યારે જ્યોતિ અને ધવલે તેને રસ્તામાં રોકી બેફામ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી હતી. આ ત્રાસ અને માનસિક દબાણથી કંટાળીને યુવતીએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

Advertisement

કેશોદ પોલીસ દ્વારા તપાસની શરૂઆત કરાઈ

કેશોદ પોલીસ મથકે (Keshod Police Station) યુવતીએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ જ્યોતિ મેસવાણીયા અને ધવલ ઉર્ફે ભૂરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ મામલામાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યોતિ મેસવાણીયા વગ ધરાવતી મહિલા છે. જોકે, ફરિયાદી યુવતી અને જ્યોતિ મેસવાણીયા વચ્ચે કેવા પ્રકારના સંબંધો હતા અને તેમની વચ્ચે શું વિવાદ થયો હતો, તે પોલીસ તપાસનો મુખ્ય વિષય બન્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓની ભૂમિકા અને હેતુની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો:  UPSC Prelims 2026: ગુજરાત સહિત દેશભરમાં UPSC પ્રિલિમ પરીક્ષા, IAS-IPS બનવા લાખો ઉમેદવારો મેદાને

Tags :
Advertisement

.

×