Junagadh: કેશોદમાં 22 વર્ષિય યુવતીનું કૂવામાં પડતાં કરૂણ મોત, MP થી મજૂરી માટે આવ્યો હતો પરિવાર
જૂનાગઢના કેશોદમાં (Keshod) રંગપુર વાડી વિસ્તારમાં ૨૨ વર્ષીય પરપ્રાંતિય યુવતી સંગીતાબેન માવીનું કૂવામાં પડી જવાથી મોત થયું છે. ફાયર વિભાગે તેને બહાર કાઢી સરકારી હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધાર (Dhar) જિલ્લાની વતની હોવાથી મૃતદેહ વતન લઈ જવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
Advertisement
- Junagadh ના કેશોદમાં પરપ્રાંતિય યુવતીનું મોત
- રંગપુર વાડી વિસ્તારમાં કૂવામાં પડી જતાં મોત
- યુવતીને બેભાન અવસ્થામાં કૂવામાંથી બહાર કાઢી
Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) પંથકમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેશોદના રંગપુર વાડી (Rangpur Vadi) વિસ્તારમાં મજૂરી અર્થે આવેલા એક પરપ્રાંતિય પરિવારની 22 વર્ષીય યુવતીનું કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું છે. મૃતક યુવતીની ઓળખ સંગીતાબેન ઉમરાવભાઈ માવી (Sangitaben Umravbhai Mavi) તરીકે થઈ છે. તે મૂળ મધ્યપ્રદેશ (Madhya Pradesh) રાજ્યના ધાર (Dhar) જિલ્લાના ભીલકુંડા (Bhilkunda) ગામની વતની હતી. યુવાન પુત્રીના અકાળે અવસાનથી શ્રમિક પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.

