Keshod Sondarda Car Accident : જૂનાગઢમાં કાળજું ધ્રુજાવી દેતો અકસ્માત, સ્પીડોમીટર જોઈને પોલીસ પણ ચોંકી ગઈ!
જૂનાગઢના કેશોદમાં આજે સવારે 'મોતની રફ્તાર' જોવા મળી હતી. સોંદરડા ગામમાં એક બેકાબૂ કાર એટલી ઝડપે દુકાનમાં ઘૂસી કે જોનારના રુંવાડા ઉભા થઈ ગયા. હચમચાવતા CCTV ફૂટેજમાં કારની ગતિ સ્પષ્ટ દેખાય છે, જ્યારે અકસ્માત બાદ કારની અંદર જે જોવા મળ્યું તેણે પોલીસને પણ વિચારતી કરી દીધી છે. આખરે કેટલી હતી સ્પીડ અને કેવી રીતે બચ્યો ચાલક?
Advertisement
- જૂનાગઢના કેશોદના સોંદરડામાં પૂરપાટ ઝડપે આવતી કાર દુકાનમાં ઘૂસી
- 140 કિમીની સ્પીડે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ભયાનક અકસ્માત
- કારનો દરવાજો તોડી ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો
- ધડાકાભેર અથડામણમાં દુકાનની દીવાલ અને શટરના ફુરચા ઉડી ગયા
- સમગ્ર ઘટનાના કમકમાટીભર્યા લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Keshod Sondarda Car Accident : જૂનાગઢ [Junagadh] જિલ્લાના કેશોદ [Keshod] તાલુકાના સોંદરડા [Sondarda] ગામમાં આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવો અકસ્માત [Road Accident] સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતી કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે સીધી રોડ સાઈડની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના સ્પીડોમીટર [Speedometer] ની સોય 140 કિમી પ્રતિ કલાકની ઝડપે અટકી ગઈ હતી.

