Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

3 ગુનામાં ફરાર Kirti Patel અંતે પોલીસના સકંજામાં! સૂત્રો દ્વારા માહિતી

જૂનાગઢમાં શિવરાત્રી મેળા દરમિયાન મહિલા PI ની ફરજમાં રુકાવટ, સાધુઓની ધાર્મિક લાગણી દુભાવવા અને 20 લાખની ખંડણી માંગવાના ત્રણ ગુનામાં ફરાર વિવાદાસ્પદ કીર્તિ પટેલ (Kirti Patel) ની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. રાજસ્થાનથી પકડાઈ હોવાની માહિતી છે. ફરાર હોવા છતાં વીડિયો વાયરલ કરતી કીર્તિને પકડવા પોલીસે ચક્રગતિમાન કર્યા હતા, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
3 ગુનામાં ફરાર kirti patel અંતે પોલીસના સકંજામાં  સૂત્રો દ્વારા માહિતી
Advertisement
  • Kirti Patel ની રાજસ્થાનની ધરપકડ કરાઈ: સૂત્ર
  • જૂનાગઢના મેળામાં મૃગીકુંડમાં સ્નાન બાદ થયો હતો વિવાદ
  • ધાર્મિક લાગણી દુભાવા અને ફરજમાં રૂકાવટ બદલ થઈ હતી ફરિયાદ
  • 20 લાખની ખંડણી માગવા મામલે પણ નોંધાઈ હતી ફરિયાદ
  • ત્રીજી ફરિયાદ કીર્તીની સાથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં નોંધાઈ હતી

Kirti Patel: ગુજરાતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) ને પકડવામાં જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલી કીર્તિ પટેલ આખરે કાયદાના શિકંજામાં આવી ગઈ છે.  મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળા દરમિયાન શરૂ થયેલા વિવાદ બાદ તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયા હતા, ત્યારથી તે ફરાર હતી.જો કે તેની પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

Kirti Patel ના વિવાદની શરૂઆત

સમગ્ર વિવાદની શરૂઆત જૂનાગઢના ભવનાથ (Bhavnath) તળેટીમાં આયોજિત મહાશિવરાત્રી મેળા દરમિયાન થઈ હતી. મેળાના અંતિમ દિવસે સાધુ-સંતોના શાહી સ્નાન (Shahi Snan) મુદ્દે કીર્તિ પટેલે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ફરજ પરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (Female PI) સાથે ઘર્ષણ કરી તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ (Obstruction of duty) ઊભી કરી હતી. આટલું જ નહીં, પવિત્ર મૃગી કુંડ (Mrigi Kund) અને શાહી સ્નાન બાબતે અયોગ્ય ટિપ્પણીઓ કરીને સાધુઓની ધાર્મિક લાગણી (Religious Sentiments) દુભાવી હોવાના આક્ષેપો પણ થયા હતા.

Advertisement

Advertisement

Kirti Patel સામે ગંભીર ગુનાઓ અને ખંડણીનો આક્ષેપ

કીર્તિ પટેલ વિરુદ્ધ માત્ર સરકારી કામમાં દખલગીરી જ નહીં, પરંતુ અત્યંત ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા છે. કીર્તી પટેલ સામે કુલ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આમાં સૌથી ચોંકાવનારો આક્ષેપ 20 લાખની ખંડણી (Extortion of 20 Lakhs) માંગવાનો છે. આક્ષેપ મુજબ, તેણે સામે પક્ષ અફઝલ સીડા (Afzal Sida) નામના યુવાનને બળાત્કારના કેસમાં (Rape Case) ફિટ કરી દેવાની ધમકી આપી મોટી રકમની માંગણી કરી હતી. જેથી તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કીર્તી પટેલ સહિત તેના મળિતિયાઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં તેની સાથી યુવતી દિવ્યા સાવલાણી (Divya Savlani)  એ ગુનો નોંધાયા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ફરાર રહીને પણ વીડિયો વોર ચાલુ રાખ્યું

બીજી તરફ પોલીસ જ્યારે તેને શોધી રહી હતી, ત્યારે પણ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર સક્રિય હતી. તેણે ફરાર હોવા છતાં અનેક વીડિયો જાહેર કર્યા હતા, જેમાં તે પોલીસ તંત્ર અને ફરિયાદીઓ સામે આક્ષેપો કરતી જોવા મળી હતી. પોલીસ માટે આ એક પડકાર સમાન હતું, કારણ કે તે સતત લોકેશન બદલીને પોલીસને ચકમો આપી રહી હતી.

પોલીસની ગુપ્ત કામગીરી અને ધરપકડ

સૂત્રોના જણાવ્યા મુજબ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તેને રાજસ્થાનમાંથી ઝડપી પાડી છે. જોકે, તેને કઈ જગ્યાએથી અને કેવી રીતે પકડવામાં આવી તે અંગે હજુ અનેક અટકળો ચાલી રહી છે. પોલીસ આ મામલે ખૂબ જ સાવચેતી વર્તી રહી છે અને ટૂંક સમયમાં સત્તાવાર રીતે ધરપકડની વિગતો જાહેર કરી શકે છે. આ મામલો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચોઃ 'અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો' Kirti Patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ!

Tags :
Advertisement

.

×