Junagadh: ખંડણી બાદ હવે ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં Kirti Patel પોલીસ સમક્ષ હાજર
- Kirti Patel હવે ધાર્મિક લાગણી દુભાવવા મામલે હાજર થઈ
- ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર
પોતાના વકીલને સાથે લઈને પહોંચી કીર્તી પટેલ
Kirti Patel: ગુજરાતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાઈ છે. અગાઉ નોંધાયેલા ખંડણીના કેસમાં રાહત મળ્યાના ગણતરીના કલાકોમાં જ કીર્તિ પટેલ સામે જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશન (Bhavnath Police Station) ખાતે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગાળિયો કસાયો છે. આજે કીર્તિ પટેલ પોતાના વકીલ (Lawyer) સાથે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થઈ હતી.
Kirti Patel સામે મૃગીકુંડની પરંપરા તોડ્યાના આક્ષેપ
આ સમગ્ર વિવાદની શરૂઆત મહાશિવરાત્રી (Mahashivratri) દરમિયાન થઈ હતી. ભવનાથ તળેટીમાં આવેલ પવિત્ર મૃગીકુંડ (Mrigi Kund), જ્યાં માત્ર સાધુ-સંતોને જ સ્નાન કરવાની પરંપરા છે, ત્યાં કિર્તી પટેલે સ્નાન કર્યું હોવાનો આક્ષેપ છે. ગીર સોમનાથ (Gir Somnath) ના સાધુઓ દ્વારા આ બાબતે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાધુ સમાજની લાગણી દુભાવવા બદલ અને સનાતન ધર્મની પરંપરાઓનું ઉલ્લંઘન કરવા બદલ કિર્તી પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Kirti Patel વિરુધ્ધ પોલીસની ફરજમાં રૂકાવટનો પણ ગુનો
કિર્તી પટેલ વિરુદ્ધ માત્ર ધાર્મિક લાગણીનો જ નહીં, પરંતુ પોલીસની ફરજમાં રૂકાવટ (Obstruction of Police Duty) અંગેની પણ ફરિયાદ નોંધાયેલી છે. આરોપ છે કે તપાસ દરમિયાન અથવા જે-તે સમયે પોલીસ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. ભવનાથ પોલીસે આ બંને ગંભીર ફરિયાદોના આધારે તપાસ તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ અમદાવાદ (Ahmedabad) ના એક ખંડણીના કેસમાં કિર્તી પટેલને જામીન (Bail) મળ્યા હતા, પરંતુ જેલમાંથી બહાર આવતાની સાથે જ જૂનાગઢ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.
Junagadh | પોલીસ સ્ટેશન હાજર થયા બાદ Kirti Patel એ કહ્યું "હર...હર...મહાદેવ" | Gujarat First #Gujarat #Junagadh #BhavnathPoliceStation #SocialMediaInfluancer #KirtiPatel #ExtortionCase #BhavnathPolice #JunagadhPolice #GujaratFirst pic.twitter.com/Cl7Sk73Jg0
— Gujarat First (@GujaratFirst) February 24, 2026
વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજરી
આજે બપોરના સમયે કીર્તિ પટેલ તેના કાયદાકીય સલાહકારો સાથે ભવનાથ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેનું વિસ્તૃત નિવેદન (Statement) નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃગીકુંડમાં સ્નાન કરવા પાછળનો હેતુ અને અન્ય ટેકનિકલ પાસાઓ પર પોલીસ પૂછપરછ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કિર્તી પટેલની ધરપકડ (Arrest) કરે છે કે માત્ર નિવેદન નોંધીને તેને રવાના કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Kirti Patel 20 લાખની ખંડણી કેસમાં જામીન મુક્ત
આ પણ વાંચોઃ "મને ન્યાય અપાવો..." જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતાં જ Kirti Patel ધ્રુસકે ધ્રુસકે રડી પડી


