Kirti Patel 20 લાખની ખંડણી કેસમાં જામીન મુક્ત
- 20 લાખની ખંડણીના કેસમાં Kirti Patel ને મળ્યા જામીન
કિર્તી પટેલ સામે ખંડણી અને બળાત્કાર કેસમાં ફિટ કરવાનો હતો આરોપ
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો ગુનો
Kirti Patel: ગુજરાતની જાણીતી અને વારંવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) કીર્તિ પટેલ (Kirti Patel) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ (Junagadh) માં 20 લાખ રૂપિયાની ખંડણી (Extortion) માંગવાના અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીના ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરાયેલી કીર્તિ પટેલને આખરે કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે.
Kirti Patel આ કેસમાં જામીન પર મુક્ત
કીર્તિ પટેલ વિરુદ્ધ જૂનાગઢમાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ભવનાથ પોલીસ સ્ટેશન (Bhavnath Police Station) માં ખંડણી માંગવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આરોપ મુજબ, કીર્તિ પટેલે અફઝલ સીડા (Afzal Sida) નામના યુવક પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી. અને ધમકીઓ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના બાદ કીર્તિ પટેલ ફરાર થઈ ગઈ હતી, જેને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેને રાજસ્થાન (Rajasthan) થી ઝડપી પાડી હતી. રાજસ્થાનથી ધરપકડ કર્યા બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી હતી.
Kirti Patel સામે કોર્ટની કાર્યવાહી અને રિમાન્ડ
જૂનાગઢ લાવ્યા બાદ કીર્તિ પટેલનું મેડિકલ પરીક્ષણ (Medical Checkup) કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે તપાસના હેતુથી અને આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોની વિગતો મેળવવા માટે પાંચ દિવસના રિમાન્ડ (Remand) ની માંગણી કરી હતી. જોકે, કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખી માત્ર એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં તેના વકીલે જામીન અરજી (Bail Application) દાખલ કરી હતી.
વકીલની દલીલો અને જામીનનો આદેશ
કીર્તિ પટેલના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે અને તપાસમાં સહકાર આપવા માટે તે તૈયાર છે. સામે પક્ષે સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ અંતે કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. જોકે, જામીન મળવા છતાં કીર્તિ પટેલે તપાસમાં સહયોગ આપવો પડશે. કોર્ટે આદેશ આપ્યો છે કે કીર્તિ પટેલે 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશન (Bhavnath Police Station) માં હાજર રહેવું પડશે અને પોલીસની પૂછપરછમાં મદદ કરવી પડશે.
પોલીસ કસ્ટડીમાં પણ બેફિકર અંદાજ
નોંધનીય છે કે, જ્યારે કીર્તિ પટેલ પોલીસ કસ્ટડીમાં હતી, ત્યારે તેના ચહેરા પર કાયદાનો કોઈ ડર દેખાતો નહોતો. મીડિયાના કેમેરા સામે તે હસતી અને બેફિકર અંદાજમાં જોવા મળી હતી. જૂનાગઢમાં તેની સામે કુલ ત્રણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં ખંડણી સિવાયના અન્ય વિવાદોનો પણ સમાવેશ થાય છે. હાલમાં પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચોઃ'અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો' Kirti Patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ!
આ પણ વાંચોઃ "મને ન્યાય અપાવો..." જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતાં જ Kirti Patel ધ્રુસકે ધ્રુસકે રડી પડી


