Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ખાખી સામે આંગળી ચીંધવી Kirti Patel ને પડી મોંઘી! જૂનાગઢમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?

જૂનાગઢના ભવનાથ મેળામાં ભક્તિના વાતાવરણ વચ્ચે કિર્તી પટેલના વિવાદે સૌને ચોંકાવી દીધા છે. શાહી સ્નાન દરમિયાન સુરક્ષા કોર્ડન તોડીને અંદર ઘૂસી જવું અને ત્યારબાદ રક્ષક એવા મહિલા PI સામે જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવું હવે કિર્તીને મોંઘું પડશે. સાધુ-સંતો પર લગાવેલા આરોપો પાછળ સત્ય શું છે અને રાત્રે 9 વાગ્યાના લાઈવમાં કયા 'કાગળ' ખુલશે?
ખાખી સામે આંગળી ચીંધવી  kirti patel ને પડી મોંઘી  જૂનાગઢમાં નોંધાઈ ફરિયાદ  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement
  • જૂનાગઢમાં કિર્તી પટેલને દાદાગીરી કરવી પડી ભારે, નોંધાઈ ફરિયાદ (Junagadh Kirti Patel Fir)
  • મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા PI કે.જે. મોડ સાથે કરી હતી બોલાચાલી
  • પોલીસ અધિકારીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા FIR
  • ફરજમાં રુકાવટ અને શાંતિ ભંગ કરવા બદલ જૂનાગઢમાં ગુનો દાખલ
  • ભગવો વેશ ધારણ કરી સાધુઓની વચ્ચે કુંડમાં ઘૂસી જતા સર્જાયો વિવાદ

Junagadh Kirti Patel Fir : જૂનાગઢના ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, પરંતુ આ વર્ષે ભક્તિના આ પવિત્ર વાતાવરણમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કિર્તી પટેલની [Kirti Patel] દાદાગીરી અને વિવાદે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કુખ્યાત કિર્તી પટેલ સામે જૂનાગઢમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર [Police Inspector] કે.જે. મોડ દ્વારા ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

Junagadh Kirti Patel Fir : મૃગીકુંડ શાહી સ્નાન અને પોલીસ સાથે ઘર્ષણ

સમગ્ર મામલાની શરૂઆત ભવનાથના પવિત્ર મૃગીકુંડ [Mrigi Kund] ખાતે થઈ હતી. મહાશિવરાત્રીની રવેડી પૂરી થયા બાદ જ્યારે સાધુ-સંતો પરંપરાગત રીતે શાહી સ્નાન કરી રહ્યા હતા, ત્યારે કિર્તી પટેલ ભગવો વેશ ધારણ કરીને સુરક્ષા ઘેરો તોડી મૃગીકુંડમાં ઘૂસી ગઈ હતી. સાધુઓની વચ્ચે ડૂબકી લગાવતા તેના વીડિયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે મહિલા PI કે.જે. મોડે [K.J. Mod] તેને કુંડમાંથી બહાર નીકળવા સમજાવ્યું હતું. જોકે, કિર્તી પટેલે પોલીસની વાત માનવાને બદલે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. ફરિયાદ મુજબ, તેણે મહિલા PI ને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી [Death Threat] આપી અને પોલીસ સામે આંગળી ચીંધી રોફ જમાવ્યો હતો.

Advertisement

સાધુ-સંતો સામે મોરચો અને ગંભીર આક્ષેપો

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કિર્તી પટેલે સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને સનાતન ધર્મના જાણીતા સંત ઇન્દ્રભારતી બાપુ [Indrabharti Bapu] અને તેમના શિષ્યો પર નિશાન સાધ્યું છે. કિર્તીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી દાવો કર્યો છે કે તે રાત્રે 9 વાગ્યે લાઈવ થઈને કચ્છથી મુંબઈ અને જૂનાગઢ સુધીની હકીકતનો પર્દાફાશ કરશે. તેણે આરોપ લગાવ્યો છે કે ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુઓના ચેલાઓ સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જઈ રહ્યા છે. તેણે આક્ષેપ કર્યો કે, "જો તમે બાપુને ગુરુ બનાવો તો જ તે આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય છે."

વિવાદોનો જૂનો ઈતિહાસ

આ પહેલીવાર નથી જ્યારે કિર્તી પટેલ જેલના ઉંબરા સુધી પહોંચી હોય. અગાઉ પણ મારામારી અને ગેરવર્તણૂકના કિસ્સાઓમાં તેની ધરપકડ થઈ ચૂકી છે. જૂનાગઢના મેળામાં તેણે માત્ર પોલીસ જ નહીં, પરંતુ મીડિયાકર્મીઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે તેની સામે ફરજમાં અવરોધ [Obstruction of Duty], વાતાવરણ ડહોળવાનો પ્રયાસ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Kirti Patel Controversy : "કિર્તી પટેલે મૃગીકુંડને અપવિત્ર કર્યો", સુખરામદાસ બાપુએ કાયદેસરની કાર્યવાહીની કરી માંગ

Tags :
Advertisement

.

×