Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kirti Patel નું જૂનાગઢમાં મેડિકલ ચેકઅપ, રાજસ્થાનથી પકડી લેવાઈ!

વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનથી જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. તેની સામે મૃગીકુંડમાં સ્નાન, મહિલા PI સાથે ગેરવર્તન અને યુટ્યુબર પાસે ખંડણી માંગવા સહિતના 3 ગુના નોંધાયેલા છે. જૂનાગઢ લાવી તેનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું હતું. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
kirti patel નું જૂનાગઢમાં મેડિકલ ચેકઅપ  રાજસ્થાનથી પકડી લેવાઈ
Advertisement
  • Kirti Patel ને લઈને મોટા સમાચાર
  • આજે વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ
  • રાજસ્થાનથી કીર્તિ પટેલને જૂનાગઢ લવાઈ

Junagadh Police Kirti Patel Arrested: સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી ટિકટોક સ્ટાર અને ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) ની આખરે જૂનાગઢ પોલીસે રાજસ્થાન (Rajasthan) થી ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ફરાર કીર્તિ પટેલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. પીઆઈ ગગનિયા (PI Gaganiya) અને તેમની ટીમ દ્વારા કીર્તિ પટેલને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવી હતી અને રવિવારે મોડી સાંજે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ (Junagadh) લાવવામાં આવી હતી.

Kirti Patel નું હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ

જૂનાગઢ લાવ્યા બાદ તુરંત જ કીર્તિ પટેલને મેડિકલ પ્રોટોકોલ મુજબ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું પ્રાથમિક મેડિકલ ચેકઅપ (Medical Checkup) કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન લઈ જતાં પહેલાં તેની શારીરિક સ્થિતિની તપાસ કરવી કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. હોસ્પિટલ પરિસરમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને જોતા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Advertisement

Advertisement

Kirti Patel સામે જૂનાગઢમાં 3  કેસ!

કીર્તિ પટેલ સામે તાજેતરમાં (ફેબ્રુઆરી 2026માં) જૂનાગઢમાં ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણેય મુખ્યત્વે મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદથી શરૂ થયા છે, જેના કારણે સાધુ-સંતો અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.

પહેલો કેસ

મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે મહિલા પીઆઈ (PI K.J. )એ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આમાં કીર્તિ પટેલે પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતુ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ કેસ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

બીજો કેસ

મૃગીકુંડમાં સ્નાન કરવાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ છે. વેરાવળના ખોડીયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. આ પણ જૂનાગઢ વિસ્તારમાં જ નોંધાયેલી છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત છે.

ત્રીજો કેસ

જૂનાગઢના યુટ્યુબર અફઝલ સીડાએ કીર્તિ પટેલના વિવાદિત વીડિયોનો વિરોધ કરતા વીડિયો અપલોડ કર્યા હતો. જેથી કીર્તી પટેલ અને તેની ટોળકી (દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા) એ અફઝલ સીડા (Afzal Sida) પાસે વીડિયો હટાવવા દબાણ કર્યું કહ્યું હતુ. નહીં તો ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ 20 લાખની ખંડણી માગ્યાના આરોપ લાગ્યા હતા. આ ત્રાસથી કંટાળીને અફઝલ સીડાએ બે વખત ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ કેસ ઉદ્યોગનગર પોલીસે નોંધ્યો છે. બીજી તરફ કીર્તી પટેલની સાથી દિવ્યા સાવલાણીએ ખોટા આરોપ ગણાવીને તેણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં ગુનો નોંધાયો છે.

આ તમામ કેસને કારણે કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેને જૂનાગઢ લાવવામાં આવી રહી છે. હાલ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો' Kirti Patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ!

આ પણ વાંચોઃ 3 ગુનામાં ફરાર Kirti Patel અંતે પોલીસના સકંજામાં! સૂત્રો દ્વારા માહિતી

Tags :
Advertisement

.

×