ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat MGNREGA scam : કોંગ્રેસને રાજીનામું લેવું હોય તો રૂબરૂ આવે : મંત્રી બચુ ખાબડ

મંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે મારા પુત્રો મનરેગાનું કામ કરતા નથી. મારા પુત્રો માત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે
12:51 PM May 21, 2025 IST | SANJAY
મંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે મારા પુત્રો મનરેગાનું કામ કરતા નથી. મારા પુત્રો માત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે
MGNREGA scam, Congress, Minister Bachubhai Khabad, Gujarat MGNREGA scam

મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડનું બચાવનામું સામે આવ્યું છે. જેમાં પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડે લૂલો બચાવ કર્યો છે. ત્યારે મંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે મારા પુત્રો મનરેગાનું કામ કરતા નથી. મારા પુત્રો માત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે. મારા પુત્રોને સામેથી મે હાજર કર્યા છે. હું અને મારા દીકરા સહયોગ કરીએ જ છીએ. તપાસની અંદર જે તથ્યો આવશે તે સ્વીકારીશું. જે પણ ન્યાયિક પરિણામ આવે તે સ્વીકારીશું. રાજ્ય સરકારે જે નિર્ણય કરશે તેને સ્વીકારીશું. ભૂગર્ભમાં હોવાની વાત ખોટી, હું જનતાની વચ્ચે છું. હું ભ્રષ્ટાચારી હોત તો લોકો મને ચૂંટત જ નહીં. મને ન્યાય તંત્ર સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસને રાજીનામું માગવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસને રાજીનામું લેવું હોય તો રૂબરૂ આવે.

સંજય અને જગદીશના 6 – 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

રાજ્યભરમાં ચકચાર જગાવનાર દેવગઢ બારિયા (Devgadh Baria,) અને ધાનપુર તાલુકામાં માનરેગા યોજના (MNREGA Scheme) અંતર્ગત થયેલા કૌભાંડને મામલે પોલીસે અગાઉ મંત્રી બચુભાઈ ખાબડ (Minister Bachubhai Khabar) ના બે પુત્રો સહિત અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકોની કુલ 11 લોકોની ધરપકડ કરી હતી. તેમજ કેટલાક જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. અમુક લોકો પોલીસ રિમાન્ડ (Police remand) ઉપર છે.

તપાસ દરમિયાન ગઇકાલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી

તપાસ દરમિયાન ગઇકાલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં ધાનપુર તાલુકા પંચાયત (Dhanpur Taluka Panchayat) માં એપીઓ તરીકે ફરજ બજાવતા ભાવેશ રાઠોડ (Bhavesh Rathod) એમએસ ઓપરેટર સંજય બારિયા (Sanjay Bariya) અને એજન્સી ધરાવતા જગદીશ બારિયા (jagdish Bariya)ની પોલીસે ધરપકડ કરી દાહોદ સેશન્સ કોર્ટ (Dahod Sessions Court)માં રજૂ કરતાં નામદાર કોર્ટે એપીઓ ભાવેશ રાઠોડ (Bhavesh rathod)ના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે સંજય અને જગદીશના 6 – 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે 71 કરોડ રૂપિયાની ગેરરીતિની દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે (Dahod police Station) ફરિયાદ નોધાવવામાં આવી હતી. જેમાં 35 એજન્સીના નામ સામેલ છે. તેમાથી બે એજન્સી મંત્રી બચુભાઈ ખાબડ (Minister Bachubhai Khabar) ના બે પુત્રોના નામે આવેલી છે. જે બંને મંત્રી પુત્રો અત્યારે પોલીસ રિમાન્ડ ઉપર છે. ત્યારે ધરપકડ નો આંકડો લાંબો પહોચે તેવું હાલ તો લાગી રહ્યું છે. તો બીજી તરફ વિરોધ પક્ષ પણ ગેલમાં આવી ગયો છે. મંત્રીના રાજીનામાં સાથે બધા જ ગામોમાં તપાસ ની માંગ કરી રહ્યા છે.

કોર્ટે ભાવેશના 9 દિવસના તેમજ અન્ય બે લોકોના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, મનરેગા કૌભાંડ કેસની તપાસમાં અગાઉ 11 જેટલા આરોપીઓ પકડ્યા હતા. તેમજ આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે ભાવેશ રાઠોડ, સંજય બારિયા અનેજગદીશ બારિયાની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ભાવેશના 9 દિવસના તેમજ અન્ય બે લોકોના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ તપાસ હાલ ચાલુ છે.

આ પણ વાંચો: Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર

 

Tags :
CongressGujarat MGNREGA scamMGNREGA ScamMinister Bachubhai Khabad
Next Article