Junagadhમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે BJPના ધારાસભ્યે બાંયો ચડાવી
- ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સંજય કોરડીયા થયા આકરા
- પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય લડીલેવાના મૂડમાં
- અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે: ધારાસભ્ય (MLA)
Junagadhમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ધારાસભ્ય (MLA)એ બાંયો ચડાવી છે. જેમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સંજય કોરડીયા આકરા પાણીએ થયા છે. તેમા પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય (MLA) લડી લેવાના મૂડમાં દેખાયા છે. જેમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું છે કે ઉબેણ નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે. તેમજ અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે. તથા ભવનાથ મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટરની ગેરરીતી સામે આવી છે.
ધારાસભ્ય સંજય કોરડીયાના આકરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ છે. ગામડાઓમાં ગૌચરની જમીન પર થયેલી પેશકદમીઓથી ગૌવંશને અને ગરીબ લોકોને પ્લોટ આપવામાં મુશ્કેલી થઇ રહી છે તેમ પણ ધારાસભ્યે (MLA) જણાવ્યું હતુ. મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા ટેન્ડરની રકમથી 200થી 300 ગણી રકમ વધુ વાપરી નાખી છે. તેમજ સરકારના આદેશ બાદ ટેન્ડરની તપાસમાં પણ અધિકારીઓ ગોલમાલ કરી રહ્યા છે. ત્રસ્ત પ્રજા આંદોલન કરશે તો હું પણ સાથે જોડાઈશ. જેમાં ધારાસભ્ય સંજય કોરડીયાના આકરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: Surat: બાંધકામ કરવા નામાંકિત કંપનીની સિમેન્ટના ઉપયોગ કરનારા લોકો ચેતી જજો
તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે:સંજય કોરડીયા
અધીકારીઓ સામે ભાજપના જ ધારાસભ્ય (MLA) આકરા પાણીએ થયા છે. જેમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સંજય કોરડીયાએ અધિકારીઓને આડેહાથ લીધા છે. તેમાં ઉબેણ નદીના પ્રદૂષિત પાણી, ગૌચરની જમીન પર દબાણ મુદ્દે, મનપાના ટેન્ડરમાં થયેલા ગોટાળા મુદ્દે અને ભવનાથની ગાદી મુદ્દે થયેલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં ઉબેણ નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે તેવી ફરિયાદ પણ કરી છે. તેમજ તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે અને ભવનાથના મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટરે ગંભીર ગેરરીતી આચરી છે.
આ પણ વાંચો: Bhavnagar: જગતના તાતને પણ ડુંગળીએ રડાવ્યા, જાણો શું છે કારણ