Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા

વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિતે ગીર સફારીમાં વડાપ્રધાન મોદી સિંહ દર્શન કરશે
pm modi ગુજરાત પ્રવાસ   વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ
  • PM મોદી આજે વન્યજીવ બેઠકની કરશે અધ્યક્ષતા
  • સાસણ ગીરમાં જ સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બેઠક યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. જેમાં PM Modi આજે વન્યજીવ બેઠકની અધ્યક્ષતા કરશે.

Advertisement

સાસણ ગીરમાં જ સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બેઠક યોજાશે

ઉલ્લેખનીય છે કે સાસણ ગીરમાં જ સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બેઠક યોજાશે. તેમાં વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિતે ગીર સફારીમાં વડાપ્રધાન મોદી સિંહ દર્શન કરશે. વડાપ્રધાન મોદી સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે ચર્ચા કરશે. તેમાં સવારે 6 થી 8 કલાક સુધી ગીર નેશનલ પાર્ક ખાતે સિંહ દર્શન કરશે તથા 9:30 થી 11:30 કલાક સિંહ સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. પ્રોજેક્ટ લાયન અતંર્ગત નવા પ્રોજેક્ટો અંગે PM મોદી ઘોષણા કરશે.

Advertisement

લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા

વડાપ્રધાન દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100 ટકા વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે. આમ તો એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આજના પ્રવાસની મળશે તે મુજબ આશા વ્યકત કરવામાં આવી રહી છે. તેમજ રૂ.2900 કરોડના પ્રોજેકટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.

જામનગરમાં વંતારા એનિમલ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વન્યજીવન સંબંધિત રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. દેશના વડાપ્રધાન NBWL ના હોદ્દેદાર અધ્યક્ષ છે. અગાઉ, ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ - સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી હતી. પીએમ મોદીએ વૈદિક મંત્રોના જાપ વચ્ચે મહાદેવના શિવલિંગ પર અભિષેક પણ કર્યો. અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની મુલાકાતે શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીં તેમણે જામનગરમાં વંતારા એનિમલ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: Gujarat : PM Modi વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ગીર-સોમનાથની મુલાકાત લેશે

Tags :
Advertisement

.

×