Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Somnath Speech : સોમનાથથી PM મોદીની દહાડ, યુનસ અને બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને ખુલ્લી ચેતવણી

ગુજરાતના દરિયાકાંઠેથી થયેલી એક ગર્જનાએ પડોશી દેશના શાસકોની ઊંઘ ઉડાડી દીધી છે. ઈતિહાસના પાનાઓ ઉલટાવીને પીએમ મોદીએ 1000 વર્ષ જૂના જખમો અને વિજયગાથાને યાદ કરી છે. ગઝની અને ઔરંગઝેબ જેવા આક્રમણખોરોની તલવારો કેવી રીતે બુઠ્ઠી સાબિત થઈ અને કોણે સોમનાથના નિર્માણમાં રોડા નાખ્યા હતા? આ ભાષણ માત્ર ઈતિહાસ નથી, પણ વર્તમાન દુશ્મનો માટે ચેતવણી છે.
pm modi somnath speech   સોમનાથથી pm મોદીની દહાડ  યુનસ અને બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને ખુલ્લી ચેતવણી
Advertisement
  • સોમનાથથી પીએમ મોદીની ગર્જના: દુશ્મનો ફફડ્યા (PM Modi Somnath Speech)
  • બાંગ્લાદેશના યુનસ અને કટ્ટરપંથીઓને સીધો સંદેશ
  • ગઝની-ઔરંગઝેબની તલવારો પણ સનાતનને મિટાવી ન શકી
  • સરદાર પટેલને રોકનારા ‘તુષ્ટિકરણના ઠેકેદારો’ પર પ્રહાર
  • સોમનાથ વિનાશ નહીં પણ વિજય અને સર્જનનું પ્રતિક

PM Modi Somnath Speech : બાંગ્લાદેશમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે ત્યાંની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનસ ભારત વિરોધી ઝેર ઓકીને રાજકીય રોટલા શેકવાની ફિરાકમાં છે. હિન્દુ લઘુતીઓ પરના અત્યાચાર પર આંખ આડા કાન કરનારા કટ્ટરપંથી તત્વોને ભારતની સનાતન શક્તિનો પરચો આપવો જરૂરી હતો. આ સંજોગોમાં રવિવારે ગુજરાતની પવિત્ર ભૂમિ સોમનાથથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગર્જનાએ સીમા પાર બેઠેલા ભારત વિરોધી તત્વોના કાન સરવા કરી દીધા છે.

બાંગ્લાદેશના મોહમ્મદ યુનસને PM મોદીનો આડકતરો સંદેશ

વડાપ્રધાન મોદીએ સોમનાથના ઇતિહાસના માધ્યમથી આજના કટ્ટરપંથીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સનાતનની તાકાતને ઓછી આંકવાની ભૂલ કરવી ભારે પડી શકે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે જે રીતે ભૂતકાળમાં આક્રમણખોરો સનાતન સંસ્કૃતિને મિટાવી શક્યા નથી, તે જ રીતે આજના યુગમાં પણ ભારત વિરોધી તત્વોના મનસૂબા સફળ નહીં થાય. વડાપ્રધાનના આ તેવર જોઈને મોહમ્મદ યુનસ અને તેમના સમર્થકોમાં ફફડાટ વ્યાપી ગયો હશે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે સોમનાથનો ઈતિહાસ માત્ર પરાજય કે વિનાશનો નથી, પરંતુ તે અપ્રતિમ વિજય અને પુનર્નિર્માણની ગૌરવગાથા છે.

Advertisement

Advertisement

ગઝનીથી ઔરંગઝેબ સુધી: કટ્ટરપંથી આક્રમણખોરોની હાર

ઈતિહાસના પાના ઉખેળતા વડાપ્રધાને કહ્યું કે, "જ્યારે મહેમૂદ ગઝનીથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકો સોમનાથ પર તૂટી પડ્યા હતા, ત્યારે તેમને ભ્રમ હતો કે તેમની તલવારની ધાર સનાતન ધર્મને ખતમ કરી દેશે. પરંતુ આ મઝહબી કટ્ટરપંથીઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે આ મંદિરના નામમાં જ 'સોમ' એટલે કે 'અમૃત' સમાયેલું છે." તેમણે ઉમેર્યું કે અહીં બિરાજમાન સદાશિવની ચૈતન્ય શક્તિ કલ્યાણકારી હોવાની સાથે શક્તિનો અખૂટ સ્ત્રોત પણ છે. હજારો વર્ષ પહેલાં જે આક્રમણખોરો પોતાને વિજેતા માનતા હતા, આજે તેમનું નામનિશાન મટી ગયું છે, જ્યારે સોમનાથની ધ્વજા પૂરી શાનથી લહેરાઈને સૃષ્ટિને ભારતનું સામર્થ્ય બતાવી રહી છે.

સોમનાથ: વિનાશ નહીં, વિજય અને સર્જનનું પ્રતિક

પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું કે આજે પણ મનમાં પ્રશ્ન થાય છે કે 1000 વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ પોતાના મહાદેવ માટે કેવું બલિદાન આપ્યું હશે! અહીંનો કણ-કણ વીરતાનો સાક્ષી છે. આપણા પૂર્વજોના ત્યાગ અને સંઘર્ષના કારણે જ યુગોથી સોમનાથ પુનઃસ્થાપિત થતું રહ્યું છે. દુનિયાના ઈતિહાસમાં ધૈર્ય, સર્જન અને જીજીવિષાનું આવું ઉદાહરણ જવલ્લે જ જોવા મળે છે.

તુષ્ટિકરણની રાજનીતિ અને સરદાર પટેલનો સંકલ્પ

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશની અંદર રહેલા 'તુષ્ટિકરણના ઠેકેદારો' પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ગુલામીની માનસિકતા ધરાવતા લોકોએ આઝાદી બાદ સોમનાથ જેવા પવિત્ર સ્થાનોથી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનર્નિર્માણની પ્રતિજ્ઞા લીધી, ત્યારે તેમને રોકવાના પ્રયાસો થયા હતા. 1951માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના સોમનાથ આગમન સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો." મોદીએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે આજે તલવારોને બદલે કાવતરાંના સ્વરૂપો બદલાયા છે, પણ ભારત વિરોધી તાકાતો હજુ સક્રિય છે, તેથી આપણે એકજૂથ અને સાવધાન રહેવું પડશે.

ઈતિહાસને 'વ્હાઇટવોશ' કરવાનો પ્રયાસ

વડાપ્રધાને અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે અન્ય દેશો પાસે માત્ર 100 વર્ષનો ઈતિહાસ હોય તો પણ તેઓ ગર્વથી દુનિયાને બતાવે છે, જ્યારે ભારત પાસે હજારો વર્ષોનો ભવ્ય વારસો હોવા છતાં તેને ભુલાવવાનો પ્રયાસ થયો. અમુક ઇતિહાસકારો અને રાજનેતાઓ દ્વારા આક્રમણખોરોના અત્યાચારને ઢાંકવા માટે ઇતિહાસને 'વ્હાઇટવોશ' કરવામાં આવ્યો. પરંતુ હવે ભારત જાગી ચૂક્યું છે અને પોતાની વિરાસત પર ગર્વ લઈ રહ્યું છે.

આ પણ વાંચો : PM Modi Gujarat Visit: પૂર્વજોના બલિદાનની વાત કરતા PM Modi એ શું કહ્યું?

Tags :
Advertisement

.

×