Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગંદા હૈ પર ધંધા હૈ: આંગડિયા પેઢીમાં પોલીસ તપાસ શરૂ, ગેરકાયદેસર કરોડો રુપિયાના હવાલા!

આરકે આંગડિયા પેઢીનાં વ્યવહારોને લઈ જૂનાગઢ પોલીસે રેડ કરી છે. જૂનાગઢના બુટલેગરના પુત્રના 92.10 લાખના વ્યવહારો સામે આવ્યા
ગંદા હૈ પર ધંધા હૈ  આંગડિયા પેઢીમાં પોલીસ તપાસ શરૂ   ગેરકાયદેસર કરોડો રુપિયાના હવાલા
Advertisement
  • આરકે આંગડિયા પેઢીનાં વ્યવહારોને લઈ જૂનાગઢ પોલીસની રેડ
  • જૂનાગઢના બુટલેગરના પુત્રના 92.10 લાખના વ્યવહારો સામે આવ્યા
  • આંગડીયા પેઢીના સંચાલક ગૌતમ અને પંકજને જૂનાગઢ હાજર રહેવા નોટિસ

Investigation Angadiya : સાબરકાંઠાના હિંમતનગરની આંગડિયા પેઢીમાં પોલીસ તપાસ શરૂ થઇ છે. આરકે આંગડિયા પેઢીનાં વ્યવહારોને લઈ જૂનાગઢ પોલીસે રેડ કરી છે. જૂનાગઢના બુટલેગરના પુત્રના 92.10 લાખના વ્યવહારો સામે આવ્યા છે. આંગડિયા પેઢીના સંચાલક ગૌતમ અને પંકજને જૂનાગઢ હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. 50 લાખ રૂપિયાની રકમ જૂનાગઢ પોલીસે કબ્જે લીધી છે. તથા ધીરેન કારીયા રાજસ્થાન, પંજાબ અને હરિયાણાથી દારુનો જથ્થો હેરફેર કરતો હતો. દારુના હેરફેરને લઈ રકમના વ્યવહારો હોવાની આશંકાએ તપાસ થશે. તથા આરકે આંગડીયા પેઢી બીઝેડ કૌભાંડ વખતે ચર્ચામાં આવી હતી.

Advertisement

સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા પાડવા માટે મોટાભાગની આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે

લોક ચર્ચા થઇ રહી છે કે ગુજરાતની આંગડિયા પેઢીઓમાં ગેરકાયદેસર કરોડો રુપિયાના હવાલા પડી રહ્યા છે છતાં તંત્ર કેમ ચૂપ છે? આ બાબતે અનેક પ્રકારની શંકાઓ સેવાઈ રહી છે. રાજયમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આંગડિયા પેઢીઓ રોજના કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહી છે. તેમ છતાં સરકાર અને તંત્રની તેના પર કોઈ લગામ નથી. કસીનો, જુગાર, ક્રિકેટ મેચના સટ્ટા, શેરબજારના સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા પાડવા માટે મોટાભાગની આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે.

Advertisement

ગુજરાતમાં અંદાજે 500 થી પણ વધારે આંગડિયા પેઢીઓ ધમધમી રહી છે

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અંદાજે 500 થી પણ વધારે આંગડિયા પેઢીઓ ધમધમી રહી છે. સામાન્ય રીતે એક આંગડિયા પેઢીમાંથી રોજના એક કરોડ રૂપિયાના હવાલો પડે તો 500 આંગડિયા પેઢીઓમાં 500 કરોડના હવાલા પડી રહ્યાં છે. આમાંની કેટલીક આંગડિયા પેઢીમાં તો રોજના 10 કરોડથી માંડીને 50 કરોડ સુધીના હવાલા પડતા હોય છે. એક લાખ રૂપિયાના 100 રૂપિયા પ્રમાણે આંગડિયા પેઢીના સંચાલકો ચાર્જીસ વસૂલતા હોય છે. જેમાં જુગારીઓ, બુકીઓ તેમજ બે નંબરના ધંધા સાથે સંકળાયેલા અનેક વ્હાઈટ કોલર ગુનેગારોના રૂપિયાની હેરાફેરી કોઈપણ જાતના ટેક્સ વિના પોતાની ઈચ્છિત જગ્યાએ મળી જાય છે.

આ પણ વાંચો: Fake Doctor Jamnagar : રિલાયન્સ કંપનીની મજુર વસાહતમાંથી દવા આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

Tags :
Advertisement

.

×