Porbandar : સરકારના પ્રયાસોથી જિલ્લાના 4500 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વિકાસ
- રાજ્ય સરકારના પ્રયાસોથી મળી સફળતા
- 4500 ખેડૂતોએ રાસાયણિક ખાતર ત્યજ્યું
- મનીષભાઈ ઓડેદરા 10 વર્ષથી કરે છે ખેતી
- જૈવિક ખાતરથી જમીનની વધી ફળદ્રુપતા
Porbandar : રાજ્ય સરકારના ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનને સુખદ પરિણામો હવે સામે આવી રહ્યા છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાના 4500 ખેડૂતો પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ બંધ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ તકે Gujarat First ની ટીમે રાણાવાવ તાલુકાના રામગઢ ગામના ખેડુત મનીષભાઇ ઓડેદરા સાથે મુલાકાત કરી હતી, જેઓ 10 વર્ષથી ગાય આધરીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે, અને પાકૃતિક ખેતીથી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ખર્ચ ઓછો અને ઉત્પાદનમાં વધારો
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રામગઢ ગામના ખેડુત મનીષભાઇ ઓડેદરાએ છેલ્લા 8-10 વર્ષથી પ્રાકૃતિક ખેતીની પસંદગી કરી છે. તેઓ પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર, તથા જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદાન સહિતના પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભના સમન્વય થકી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીને ઉપજમાં સારા પરિણામો મેળવી રહ્યાં છે. તેઓ પોતાના ખેતરમાં ઘઉં, મગફળી, ધાણા-જીરૂ તેમજ શાકભાજી સહિતના પાકનુ મબલખ ઉત્પાદન કરે છે, મનીષભાઇ કહેવુ છે પ્રાકૃતીક ખેતી મહેનતવાળી ખેતી છે, આમા ખર્ચ ઓછો અને મહેનત વધુ અને ઉત્પાદનમા ધીમે ધીમે વધારો આવે છે.
સારી આવક પ્રાપ્ત થઇ
ખેડૂત મનીષભાઇ ઓડેદરા વધુમાં જણાવે છે કે, દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત, ઘન જીવામૃતના ઉપયોગ થકી ખેડૂતના જમીનની ફળદ્રુપતા વધી છે, તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશબંધ કરતા ખર્ચ ઘટ્યો છે. જમીનની ફળદ્રુપતા, પોષકતત્વોની ઉપલબ્ધી વધવાની સાથે ઉત્પાદન અને વેચાણમાં પણ વધારો નોંધાયો છે. સંપૂર્ણ ગુણવત્તાલક્ષી અને પોષણક્ષમ ઉત્પાદનના કારણે સારી આવક પ્રાપ્ત થઇ રહી છે. સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો ------- Banaskantha : વડગામ તાલુકામાં પ્રાકૃતિક ખેતીનું જોવા મળ્યું સફળ મોડલ


