Porbandar માં ક્રૂરતાની હદ: પાપ છુપાવવા પરણિતા બની હત્યારી, પત્નીના પાપનો ફૂટ્યો ભાંડો!
- Porbandar માં નવજાત શિશુની હત્યાનો ભેદ ઉકેલાયો
- પરિણીતાએ પાપ છુપાવવા નવજાતની હત્યા કરી હતી
- ઓડદર ગામની સીમમાં જીવતું બાળક દાટી દીધું હતું
- પતિએ પોલીસમાં જાણ કરતા સમગ્ર મામલો ખુલ્યો
- માધવપુર પોલીસે તપાસ કરી પુરાવાઓ એકત્ર કર્યા
- પત્ની અને સાસુ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો
- પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
- 20 એપ્રિલની ઘટનામાં મોટો ખુલાસો સામે આવ્યો
- ક્રૂર જનેતાએ પોતાની જ સંતાનને મોત આપ્યું
Porbandar Crime News: પોરબંદર (Porbandar) જિલ્લાના માધવપુર (Madhavpur) પંથકમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. એક પરણિત મહિલાએ તેના ગેરકાયદેસર સંબંધોને છુપાવવા માટે પોતાના જ નવજાત શિશુની હત્યા કરી તેને દાટી દીધું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી પરણિતા, તેની માતા અને પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરણિતાના પાપનો ભાંડો ફૂટ્યો
વિગતો મુજબ, મૂળ મંડેર (Mander) ના વતની અને હાલ ચીંગરીયા (Chingariya) ગામના ભટુયા વાડી (Bhatuya Vadi) વિસ્તારમાં રહેતા વિપુલ કાનાભાઈ વાસણ (Vipul Kanabhai Vasan) ની પત્ની જાગૃતિ (Jagruti) એ અન્ય પુરુષ હિતેશ ખીમા ડાકી (Hitesh Khima Daki) સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ આડા સંબંધોના પરિણામે જાગૃતિએ થોડા દિવસ પહેલા એક નવજાત શિશુને જન્મ આપ્યો હતો. જોકે, આ પાપ છુપાવવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી.
માધવપુર પોલીસનો સપાટો
જ્યારે વિપુલ વાસણને પોતાની પત્નીના બદલાયેલા વર્તન અને શિશુના જન્મ અંગે શંકા ગઈ, ત્યારે તેણે તાત્કાલિક માધવપુર પોલીસ સ્ટેશન (Madhavpur Police Station) માં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી. પોલીસની કડક પૂછપરછ અને મળેલા વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આખરે આ પાપનો ભાંડો ફૂટ્યો હતો.
શિશુની હત્યા કરી ઓડદરની સીમમાં દાટ્યું
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, જાગૃતિએ હિતેશ અને તેની માતા દૂધીબેન મુળુભાઈ વાજા (Dudhiben Mulubhai Vaja) ની મદદથી નવજાત શિશુની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે બાળકના મૃતદેહને પોરબંદરના ઓડદર (Oddar) ગામની સીમ વિસ્તારમાં અવાવરું જગ્યાએ દાટી દેવામાં આવ્યો હતો.
નવજાત શિશુ હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા
આ મામલે વિપુલ વાસણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તેની પત્ની જાગૃતિ, સાસુ દૂધીબેન વાજા અને પ્રેમી હિતેશ ખીમા ડાકી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર પોરબંદર જિલ્લામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે.
આ પણ વાંચો: Bharuch Crime: સાસુના એક યુવક સાથે હતા આડા સંબંધ, જમાઈ સાસુની પ્રેમલીલા જાણીને ઉકળ્યો


