Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ

Junagadh: આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. મનપા ચૂંટણી પ્રભારી પુંજા વંશ, વીરજીભાઈ ઠુંમર, રહીમભાઈ સોરાની હાજરીમાં સેન્સ યોજાઈ રહી છે.
junagadh  મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને  પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ
Advertisement
  1. વિવિધ વોર્ડમાંથી ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે
  2. આગામી તારીખ 16 ફેબ્રુઆરીના મતદાન યોજાશે
  3. તારીખ 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવાના

Junagadh: જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. મનપા ચૂંટણી પ્રભારી પુંજા વંશ, વીરજીભાઈ ઠુંમર, રહીમભાઈ સોરાની હાજરીમાં સેન્સ યોજાઈ રહી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવો મળ્યો હતો. આજે વિવિધ વોર્ડમાંથી ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે. આપ અને NCP હારે ગઠબંધનનો જો કોઈ નિર્ણય લેવાશે તો પ્રદેશ કક્ષાએથી લેવાશે.

આ પણ વાંચો: ચકચારી BZ Ponzi Scam ની તપાસમાંથી CA દુર્ગેશ પાંડેયને રાતોરાત હટાવી દેવાયા

Advertisement

કોંગ્રેસ પક્ષ દ્વારા જૂનાગઢની ચૂંટણી પ્રભારીની નિમણૂક કરાઈ

જુનાગઢના મનપા 15 વોર્ડની 60 બેઠકો માટે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના મતદાન યોજાવાનું છે. તારીખ 27 થી 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવાના છે. હવે ઉમેદવારી પત્ર ભરવાના સમયને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જૂનાગઢની ચૂંટણી માટે પુંજાભાઈ વંશ, વીરજી ઠુંમર અને રહીમભાઈ સોરાની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં ચૂંટણી માટેની પ્રક્રિયા કરી રહ્યા છે. આજે સોરઠ પાર્ટી પ્લોટ ખાતે ચૂંટણી લડવા માગતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાય હતી જેમાં ચૂંટણી લડવા માગતા મુરતિયાઓએ પોતપોતાની દાવેદારી નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો: Gallantry Awards: ગુજરાતના 11 સહિત 942 અધિકારીઓનું કાલે રાષ્ટ્રપતિ કરશે એવોર્ડથી સન્માન

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કર્યો આવો દાવો

હવે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પાસાઓ વિચારી એક પેનલ તૈયાર કરવામાં આવશે અને આ પેનલ પ્રદેશ કક્ષાએ મોકલી ત્યાંથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામની જાહેરાત થશે. બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ‘ભાજપ દર વખતે ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચાવી દાદાગીરી કરી પૈસાના જોરે, સતાના જોરે, ધાક ધમકી થી સત્તા મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વખતે ભાજપની દાદાગીરી ચાલવા નહીં દઈએ તેઓ પણ કોંગ્રેસે દાવો કર્યો છે.’ આ ઉપરાંત જૂનાગઢમાં વોકળા ઉપરના દબાણનો મુખ્ય મુદ્દો પણ ચૂંટણી પ્રચારમાં મહત્વનો બની રહેશે. જૂનાગઢને ખરા અર્થમાં જૂનાગઢનો દરજ્જો મળે અને કોંગ્રેસનો જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: રૂરલ SOG એ સોહિલહુસેન યાકુબઅલી, રોપીનહુસેનને નામના બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યાં

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×