Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Jail: જૂનાગઢ જેલમાં કેદીના ગાદલા નીચે એવું શું હતું? જે જોઈને જેલર પણ ચોંકી ગયા!

Junagadh Jail: જૂનાગઢ જિલ્લા જેલ (Junagadh District Jail) માં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ (Surprise Inspection) દરમિયાન એક કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન, બેટરી અને ચાલુ હાલતમાં સીમકાર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
junagadh jail  જૂનાગઢ જેલમાં કેદીના ગાદલા નીચે એવું શું હતું  જે જોઈને જેલર પણ ચોંકી ગયા
Advertisement
  • જૂનાગઢ જિલ્લા જેલ (Junagadh Jail) માથી પ્રતિબંધિત વસ્તુઓ મળી
  • એક મોબાઇલ, બેટરી તેમજ બે સીમકાર્ડ અને એડેપ્ટર મળી આવ્યા
  • બેરેકની જડતી લેતા પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી
  • કાચા કામના કેદી અયાનના ગાદલા નીચેથી મોબાઇલ મળ્યો
  • વધુ તપાસ કરતા ખીસ્સામાથી વધુ એક સીમકાર્ડ મળ્યું
  • કાચા કામના કેદી અયાન વિરૂદ્ધ એ ડીવીઝનમાં ફરિયાદ 

Junagadh Jail: જૂનાગઢ જિલ્લા જેલ (Junagadh District Jail) માં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ (Surprise Inspection) દરમિયાન એક કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન, બેટરી અને ચાલુ હાલતમાં સીમકાર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જેલ સત્તાધીશોએ ગુનો નોંધી જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ તેજ કરી છે.

જૂનાગઢ જિલ્લા જેલ (Junagadh Jail) માથી પ્રતિબંધિત વસ્તુઓ મળી

 જેલ (Junagadh District Jail) ની બેરેક નંબર 9 માં જેલ સ્ટાફ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાચા કામના કેદી અયાન ઉર્ફે પાંચીયો અમીનભાઈ મુળીયા (Ayan alias Panchiyo) ના ગાદલા નીચે તપાસ કરતા જેલ પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. ગાદલા નીચે છુપાવી રાખેલો એક મોબાઈલ ફોન, બેટરી અને એક સીમકાર્ડ (SIM Card) મળી આવ્યા હતા.

Advertisement

Advertisement

ખિસ્સામાંથી પણ મળ્યું વધુ એક સીમકાર્ડ

કેદી અયાનની વધુ તપાસ અને અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી વધુ એક ચાલુ હાલતનું સીમકાર્ડ અને ફોન ચાર્જ કરવા માટેનું એડેપ્ટર (Adapter) પણ મળી આવ્યું હતું. જેલની હાઈ-સિક્યોરિટી વચ્ચે કેદી પાસે આટલી પ્રતિબંધિત વસ્તુઓ (Prohibited Items) હોવી તે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: વાલીઓ સાવધાન! Surat માં રમત-રમતમાં બાળકીને કાળ આંબી ગયો, 4 વર્ષની આરાધ્યા સાથે જે થયું તે જાણીને કાળજું કંપી જશે!

ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરુ

આ સમગ્ર મામલે કેદી અયાન વિરૂદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે,જેલની બહારથી આ મોબાઈલ અને સીમકાર્ડ કોણે મોકલ્યા હતા? આ ઉપરાંત જેલના અન્ય કયા કેદીઓ આ નેટવર્કમાં સામેલ છે તેની પણ કડીઓ મેળવવામાં આવી રહી છે. જેણે મોબાઈલ પહોંચાડવામાં મદદ કરી છે તેવા બહારના ઈસમો સામે પણ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો:  "ટીપું પાણી નથી મળતું તો વોટ કેમ આપીએ?" Vadodara માં મતદારોએ ચૂંટણી ટાણે જ બતાવ્યો પાવર!

Tags :
Advertisement

.

×