Junagadh : પત્નીનાં ત્રાસથી વધુ એક પતિનો આપઘાત, Video-સુસાઇડ નોટમાં પત્ની-તેના મામા સામે આક્ષેપ
- પત્નીનાં ત્રાસથી વધુ એક પતિની આત્મહત્યા (Junagadh)
- યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો, સુસાઇડ નોટ પણ લખી
- પત્ની અને તેના મામાનાં ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ
- 'બંનેને આજીવન કેદની સજા નથી થાય, ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે'
જુનાગઢમાં (Junagadh) એક પરિણીત યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના બની છે. મૃતક યુવકે સુસાઇડ કરતા પહેલા ચિઠ્ઠી લખી અને વીડિયો બનાવી પત્ની અને તેના મામા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. સુસાઇડ નોટ અને વીડિયોમાં યુવકે પત્ની અને તેના મામાનાં ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ કહ્યું કે, 'જ્યાં સુધી બંને જવાબદારને સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે.' મૃતક યુવકે એક મહિનાનાં લગ્નજીવનની અંદર જ આપઘાત કર્યો હોવાની માહિતી છે. જો કે, આ મામલે એ ડિવિઝન પોલીસે (A Division Police) વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી યુવકનો આપઘાત
પત્ની અને તેના મામાના ત્રાસથી યુવકે આપઘાત કર્યો
પત્ની અને તેના મામાના ત્રાસનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
આપઘાત પૂર્વે વીડિયો બનાવી સો.મીડિયામાં કર્યો અપલોડ
યુવકને જેતપુરમાં રહેવા દબાણ કરતા હોવાનો પણ ઉલ્લેખ#Gujarat #Junagadh #Crime… pic.twitter.com/43pqm49sM0— Gujarat First (@GujaratFirst) June 1, 2025
આ પણ વાંચો - Ahmedabad : પોલીસકર્મીની દાદાગીરીનો Video વાઇરલ, દંડા વડે શખ્સ પર તૂટી પડ્યા!
પત્ની અને તેના મામાનાં ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ
પત્નીનાં ત્રાસથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી હોવાની વધુ એક ઘટના જુનાગઢમાંથી (Junagadh) સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લામાં રહેતા પિયુષ રાજુભાઈ ગોહિલ નામનાં યુવકે ઝેરી દવી પીને આપઘાત કર્યો છે. પિયુષ ગોહિલે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી અને વીડિયો બનાવી પત્ની ચાંદની અને તેના મામા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પત્ની અને મામા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાનો પિયુષ ગોહિલે સુસાઇડ નોટ અને વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો - Valsad : 10 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવો થયો, એક્સ-રે રિપોર્ટ જોયો તો સૌ ચોંકી ગયા!
એક મહિના પહેલા જ થયા હતા લગ્ન, બંનેને સજા થાય તેવી માગ કરી
મૃતક પિયુષ ગોહિલે વીડિયો બનાવી કહ્યું કે, પત્ની ચાંદની અને તેના મામા જેતપુર આવવા માટે દબાણ કરે છે અને માનસિક રીતે ત્રાસ આપી હેરાન કરે છે. પિયુષભાઈએ વધુમાં કહ્યું કે, બંને જવાબદારને આજીવન કેદની સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે. માહિતી અનુસાર, મૃતક પિયુષ ગોહિલનાં લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. એક મહિનાનાં લગ્નજીવનમાં જ પત્ની અને તેનાં મામાનાં ત્રાસથી કંટાળીને પિયુષ ગોહિલે પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે હજું સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ, એ ડિવિઝન પોલીસે (A Division Police) મૃતદેહને પીએમ અર્થે મોકલી સોસાઇડ નોટ અને વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : શાળાઓની મનમાની! વાલીઓને ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા કર્યો આગ્રહ