Junagadh News: સક્કરબાગ ઝૂમાં ઉમટ્યા 13000 વધુ સહેલાણીઓ, અસહ્ય ગરમી વચ્ચે પણ રેકોર્ડબ્રેક ધસારો
જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ વર્ષે જ્યારે કાળઝાળ ગરમીએ લોકોના પરસેવા છોડાવી દીધા છે, ત્યારે પણ અહીં પ્રવાસીઓનો ઘસારો ઘટવાને બદલે સતત વધતો જોવા મળ્યો છે. શું એવી બાબત છે જે પ્રવાસીઓને અસહ્ય ગરમીમાં પણ અહીં ખેંચી લાવે છે? આંકડાઓની દ્રષ્ટિએ આ વખતે ઝૂએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે જાણીને તમને પણ નવાઈ લાગશે.
Advertisement
Junagadh News: જૂનાગઢ શહેર અને જિલ્લો પ્રવાસીઓ માટે હંમેશા માનીતું સ્થાન રહ્યો છે. વર્ષભર અહીં ફરવા લાયક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને સક્કરબાગ ઝૂ વડીલોથી લઈને બાળકો, સૌના માટે મનપસંદ સ્થળ છે. ચાલુ વર્ષે ઉનાળામાં અસહ્ય ગરમી પડી હોવા છતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે અંદાજે 13000 જેટલા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

