ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Blast બાદ માંગરોળ-ઉનામાં કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદને SOGએ ઝડપ્યા

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં જુનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીની પૂછપરછ કરી છે. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
02:32 PM Nov 13, 2025 IST | SANJAY
Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં જુનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીની પૂછપરછ કરી છે. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
SOG, Kashmir, Mangrol, Una, Delhi Blast, junagadh, Gujarat

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં જુનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીની પૂછપરછ કરી છે. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પૂછપરછ કરી છે.

ગીર સોમનાથમાં કશ્મીરથી આવેલા 3 પાસેથી શંકાસ્પદ ન મળતા મુક્ત કરાયા

ગીર સોમનાથમાં કશ્મીરથી આવેલા 3 પાસેથી શંકાસ્પદ ન મળતા મુક્ત કરાયા છે. જેમાં મદ્રેસાના ફાળા માટે કશ્મીરથી ત્રણ લોકો ઉના નવા બંદર આવ્યા હતા. તેમાં કશ્મીરના 3 નાગરિકો એક માસથી ફાળા માટે ફરી રહ્યા હતા. મધ્યપ્રદેશથી આ લોકો ગુજરાત પહોંચ્યા હતા. તેમજ વડોદરાથી માંગરોળ, કોડીનાગર, દીવ અને ત્યાંથી નવાબંદર આવ્યા હતા. તથા નવા બંદર ખાતે મસ્જિદમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતુ. જેમાં મસ્જિદના મૌલવી સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો છે.

Delhi Blast: પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો

પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામના બેન્ક ખાતા અને કોની સાથે વાત કરી તે મુદ્દે તપાસ શરૂ થઇ છે. શંકાસ્પદ ગતિવિધિ ન હોવાથી SOG એ પૂછપરછ કરી મુક્ત કર્યા છે.

નવાબંદર પોલીસ 3 શંકાસ્પદ કાશ્મીરી શખ્સોની પૂછપરછનો મામલો

નવાબંદર મરીન પોલીસ મકસુદ અહમદ ખાલિદ હુસેન ગુજ્જર ઉં.વ.37 રહે. મોરા બસિયા ગામ તાલુકો સુરનકોટ જી.પૂછ જમ્મુ કાશ્મીર. મકસુદ અહમદ અબ્દુલ લતફ પઠાણ ઉ.વ.31 રહે.મોરા બચાઇ ગામ ઘર નંબર.62 તાલુકો જિલ્લો પૂછ જમ્મુ કાશ્મીર, જાવેદ અહેમદ મહમદ રશીદ ચોહાણ ઉ.વ 40 રહે ચંડક ગામ તાલુકો જિલ્લો પૂછ જમ્મુ કાશ્મીર આ ત્રણ શંકાસ્પદ કાશ્મીરી શખ્સો કાશ્મીરથી ફાળો એકઠો કરવા નીકળ્યા હતા. જેમાં તેઓ પ્રથમ બરોડા ત્યાંથી માંગરોળ કોડીનાર દીવ તેમજ નવાબંદર આવ્યા હોય અને નવાબંદર મુકામે મદીના મસ્જિદમાં રાત્રી રોકાણ કર્યું હતુ. અને ત્યારબાદ નવાબંદર પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ તરીકે પૂછપરછ કરવામાં આવી છે.

જાવેદ અહેમદ મહમદ રશીદ ચોહાણનો ભાઈ જમ્મુ કાશ્મીરમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે

જાવેદ અહેમદ મહમદ રશીદ ચોહાણનો ભાઈ જમ્મુ કાશ્મીરમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે. તેમજ તમામ 3 કાશ્મીરી લોકોના ડોક્યુમેન્ટ પોલીસે મેળવી લીધા છે અને જે મસ્જિદમાં રાત્રી રોકાણ કર્યું હતું તે મસ્જિદના મોલના મહમદ અમીન આજમમિયા વિરુદ્ધ નવા બંદર પોલીસમાં ગુન્હા નંબર 111863251003 થી જાહેરનામા ભંગની કલમ 223 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ છે. જેમાં મસ્જિદના સંચાલક તરીકે જમ્મુ કાશ્મીરમાંથી આવેલા ત્રણ શખ્સોને આશ્રય આપી નજીકના પોલીસ સ્ટેશને જાણ કર્યા વગર કે ઓળખ કર્યા વગર આશ્રય આપી જાહેરનામાનો ભાગ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

હાલ નવા બંદર પોલીસ દ્વારા આ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરૂ

હાલ નવા બંદર પોલીસ દ્વારા આ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરૂ છે. જેમાં તેમના બેંક ખાતાની વિગત તેમજ મોબાઇલમાં ક્યાં કોની સાથે વાત કરી તેમજ તેમના સગા વહાલાની સંપૂર્ણ વિગત મેળવામાં આવી રહી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પી.એસ.આઈ. જેબલિયાએ જણાવેલ છે કે આ શખ્સોની આઈ.બી. પણ તપાસ અને પૂછપરછ કરશે. પરંતુ અત્યાર સુધીની પૂછપરછમાં કશું શંકા જણાઈ તેવું લાગી રહ્યું નથી પણ સંપૂર્ણ વિગત માટે હાલ પૂછપરછ શરૂ છે.

આ પણ વાંચો: Breast Implant: સુંદરતા બોજ બની ગઈ છે...શર્લિન ચોપરા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી કરાવશે

Tags :
delhi blastGujaratJunagadhKashmirMangrolSOGUna
Next Article