Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath Corridor: મિલકત ધારકો માટે સરકારનો રાહતભર્યો નિર્ણય, બાંધકામ પરવાનગી પ્રક્રિયા થઈ સરળ

Gujarat Governmen: રાજ્ય સરકારે Somnath Temple Corridor Project થી અસરગ્રસ્ત 384 મિલકત ધારકો માટે રાહતની જાહેરાત કરી છે. હવે પ્રભાવિતો કોઈપણ જમીન કપાત (લેન્ડ કોન્ટ્રીબ્યુશન) વગર રહેણાંક કે વાણિજ્યિક બાંધકામ કરી શકશે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (SOUDA) દ્વારા બમણા ક્ષેત્રફળ સુધી બાંધકામની મંજૂરી અપાશે, જેનાથી સ્થાનિકોનું પુનર્વસન અને રોજગારી જળવાઈ રહેશે.
somnath corridor  મિલકત ધારકો માટે સરકારનો રાહતભર્યો નિર્ણય  બાંધકામ પરવાનગી પ્રક્રિયા થઈ સરળ
Advertisement
  • Somnath Corridor પ્રોજેક્ટને લઇ મોટા સમાચાર
  • વિકાસ પરવાનગી માટે સરકારે રાહત આપવાનો કર્યો નિર્ણય
  • રહેણાંક, વાણિજ્ય હેતુના બાંધકામ માટે કરી શકાશે સંપર્ક
  • સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીનો સંપર્ક કરી શકાશે
  • રાજ્ય સરકાર દ્વારા કોઇપણ જાતની કપાત વગર આવે છે આ મંજૂરી

Somnath Corridor Project: સોમનાથ તિર્થધામના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલા સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ (Somnath Temple Corridor Project) ને લઈ રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિસ્થાપિત થનારા મિલકત ધારકોના પુનર્વસન અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિકાસ પરવાનગીમાં મોટી છૂટછાટ જાહેર કરવામાં આવી છે.

માલિકીની બિનખેતી જમીનમાં સરળતાથી બાંધકામ કરી શકશે

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (Urban Development and Urban Housing Department) દ્વારા તાજેતરમાં જારી કરાયેલા હુકમ મુજબ, કોરિડોર પ્રોજેક્ટમાં અસરકર્તા આશરે 384 જેટલા મિલકત ધારકો હવે પોતાની માલિકીની બિનખેતી જમીનમાં સરળતાથી બાંધકામ કરી શકશે. સરકારના આ નિર્ણયથી સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (Somnath Urban Development Authority - SOUDA) ની હદમાં આવતા વિસ્તારો તેમજ નગરપાલિકાની નવી વધેલી હદના વિસ્તારોમાં પણ વિકાસને વેગ મળશે.

Advertisement

Advertisement

મિલકત ધારકોને મળશે આ રાહત

સરકારના હુકમ અનુસાર, જે મિલકત ધારકોની જમીન કે મકાન કોરિડોરમાં આવે છે, તેઓને લેન્ડ કોન્ટ્રીબ્યુશન (Land Contribution) ની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જમીન કપાત વગર બાંધકામની મંજૂરી આપવામાં આવશે. વાટાઘાટ સમિતિના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રના આધારે, જો મિલકત ધારક પાસે હયાત બાંધકામ હોય, તો તે બાંધકામના ક્ષેત્રફળના મહત્તમ બમણા ક્ષેત્રફળ સુધીનું બાંધકામ કરી શકશે. વળી, જો કોઈની પાસે ખુલ્લો પ્લોટ હોય, તો તેટલા જ ક્ષેત્રફળની મર્યાદામાં રહેણાંક અથવા વાણિજ્ય હેતુ માટે બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ક્યાં કરશો સંપર્ક

અધ્યક્ષ, સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ અને કલેક્ટર (Collector, Gir Somnath) દ્વારા જણાવાયું છે કે, અસરગ્રસ્ત મિલકત ધારકોએ વિકાસ પરવાનગી માટે ઈણાજ (Inaj) ખાતે આવેલી કલેક્ટર કચેરીના બીજા માળે, રૂમ નં. 328 માં સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રક્રિયાથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે બનતા કોરિડોરની સાથે સ્થાનિક લોકોનું પણ યોગ્ય પુનર્વસન સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો: Gujarat Assembly Update: ગૃહમાં Somnath મુદ્દે ગરમાવો,રોજગારી અને મકાન મુદ્દે વિપક્ષ આક્રમક

Tags :
Advertisement

.

×