Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Somvati Amavasya Junagadh: સોમવતી અમાસનો અનેરો મહિમા, જૂનાગઢના દામોદર કુંડમાં ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

પવિત્ર અધિક માસના અંતિમ દિવસે અને સોમવારે આવેલી અમાસના યોગે જૂનાગઢના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ દુર્લભ સંયોગ ૩૯ વર્ષ બાદ સર્જાયો હોવાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂરદૂરથી આવેલા ભક્તોએ જૂનાગઢના ઐતિહાસિક દામોદર કુંડ ખાતે પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો. આ દિવસ અધિક માસની પૂર્ણાહુતિનું પ્રતીક બન્યો હતો. શ્રદ્ધાળુઓ માટે આ દિવસ આસ્થા અને પરંપરાનું સંગમસ્થાન બની રહ્યો હતો.
somvati amavasya junagadh  સોમવતી અમાસનો અનેરો મહિમા  જૂનાગઢના દામોદર કુંડમાં ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન
Advertisement

Somvati Amavasya Junagadh: અધિક માસ દર ૩ વર્ષના અંતરે આવે છે. આ ખાસ માસના છેલ્લા દિવસે સોમવતી અમાસનો યોગ હોવાથી દામોદર કુંડ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. મહિલા શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ઠાકોરજીને સ્નાન કરાવીને અધિક માસની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરી હતી. આ પવિત્ર પ્રસંગે વાતાવરણ ધાર્મિક રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ભક્તોએ પરંપરાગત રીતે પૂજનવિધિ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

Tags :
Advertisement

.

×