Gujarat : બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો
- બનાસકાંઠાના ભાભરમાં મુસાફરોએ બસને માર્યા ધક્કા
- બસ બગડતા મુસાફરોએ ધક્કો લગાવવો પડ્યો
- બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ
Gujarat : બનાસકાંઠાના ભાભરમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા છે. જેમાં બસ બગડતા મુસાફરોએ ધક્કો લગાવવો પડ્યો હતો. બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. તેમાં મુસાફરોનો ભાભર-અમદાવાદ બસને ધક્કા મારતો વીડિયો સામે આવ્યો છે. ત્યારે સલામત સવારી ST અમારીની વાતો હવે હવામાં દેખાઇ રહી છે. ત્યારે આ પ્રમાણેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.
ખંભાળીયામાં ST બસ રસ્તા પર જ બંધ પડી જવાની ઘટના બની
અગાઉ ખંભાળીયામાં ST બસ રસ્તા પર જ બંધ પડી જવાની ઘટના બની હતી. જામનગર-પોરબંદર રૂટની ST, બસ સ્ટેન્ડ નજીક જ બંધ પડી જતા મુસાફરોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. રસ્તામાં બંધ થઈ ગયેલી બસને શરૂ કરવા માટે મુસાફરો નીચે ઉતર્યા હતા અને બસને ધક્કા મારતા નજરે પડ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયો જોતા એવું લાગે છે કે બસનું સમયસર મેન્ટેનન્સ નહીં થયેલું હોવાને કારણે ધક્કા ગાડી બની ગઈ છે. તો બીજી તરફ સલામત સવારી ST અમારી ના દાવા પણ પોકળ સાબિત થતાં હોય તેવો ગણગણાટ મુસાફરોમાં જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર મહાદેવનગરની બસ હાંસલપુર પાસે બંધ પડી ગઇ
સુરેન્દ્રનગર મહાદેવનગરની બસ હાંસલપુર પાસે બંધ પડી ગઇ હતી. જેને લઇ મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારબાદ ધક્કામારી ચાલુ કરવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર બસો ખોટકાઇ જવાની સમસ્યાથી મુસાફરોને મુશ્કેલી થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે એક વધુ બનાવ સામે આવ્યો હતો.
સલામત સવારી એસટી અમારીના દાવાઓ પોકળ સાબિત થયા
ઉનાના એસટી બસ સ્ટેશનમાં બંધ પડેલી બસને મુસાફરોને ધક્કો મારવાનો વારો આવ્યો હતો.બસ સ્ટેશનમાં રહેલી બસ ચાલુ ના થતા મુસાફરોએ ધક્કો માર્યો હતો.એક તરફ ગરમી તો બીજી તરફ ગરમીમાં ધક્કો મારવાનો વારો આવતા મુસાફરો અકળાયા હતા.ઉના જાફરાબાદ રૂટની બસ અચાનક બંધ પડી જતાં મોડી ઉપડી હતી. ઉનામાં એસટી તંત્ર દ્વારા બસનું બરાબર મેઈન્ટેનન્સ નહીં થતા ધક્કા ગાડી જેવા દશ્યો જોવા મળ્યા હતા.સાથે સાથે ઉના બસ સ્ટેશનમાં સરકારના સલામત સવારી એસટી અમારીના દાવાઓ પોકળ સાબિત થયા છે.