ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sthanik Swaraj Election : ગીર સોમનાથમાં કોંગ્રેસમાં ભડકો! અમરેલીમાં BJP નો ડોર ટુ ડોર પ્રચાર

પાલિકાની સત્તા કબ્જે કરવા ભાજપ (BJP), કોંગ્રેસ AAP સહિત તમામ રાજકીય પક્ષે કમર કસી છે.
09:22 PM Feb 12, 2025 IST | Vipul Sen
પાલિકાની સત્તા કબ્જે કરવા ભાજપ (BJP), કોંગ્રેસ AAP સહિત તમામ રાજકીય પક્ષે કમર કસી છે.
Sthanik Swaraj_Gujarat_first
  1. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો જંગ (Sthanik Swaraj Election)
  2. કોડીનાર પાલિકામાં મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો!
  3. વોર્ડ નં. 1 અને 2 નાં ઉમેદવારો ભાજપમાં જોડાયા
  4. અમરેલીમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યનો ડોર ટુ ડોર પ્રચાર

રાજ્યમાં આગમી 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Sthanik Swaraj Election) યોજાનાર છે. આથી, રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાની સત્તા કબ્જે કરવા ભાજપ (BJP), કોંગ્રેસ AAP સહિત તમામ રાજકીય પક્ષે કમર કસી છે. ત્યારે આરોપ-પ્રત્યારોપ, પક્ષપલટા અને જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ છે. ગીર સોમનાથમાં (Gir Somnath) કોડીનાર પાલિકામાં મતદાન પહેલા કોંગ્રેસમાં (Congress) ભડકો જોવા મળ્યો છે. જ્યારે અમરેલીમાં સાંસદ અને ધારાસભ્યો ડોર ટું ડોર પ્રચારમાં લાગ્યા છે.

આ પણ વાંચો - Mahisagar:બાલાસિનોર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ લોકોનો મત

વોર્ડ નં. 1 અને 2 નાં કોંગી ઉમેદવારો ભાજપમાં જોડાયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ માહોલ બરોબરનો ગરમાયો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) પણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. દરમિયાન, કોડીનાર પાલિકામાં મતદાન પહેલા મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, વોર્ડ નંબર-1નાં ઉમેદવાર ભરતભાઈ કાતીરાએ મતદાન પહેલા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે. જ્યારે, વોર્ડ નંબર-2 નાં ઉમેદવાર વર્ષાબેન કાતીરા પણ ભાજપમાં જોડાયા છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનાં નેતૃત્વમાં બન્ને કોંગી ઉમેદવારો ભાજપમાં જોડાઈ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આ પણ વાંચો - Surat : અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનહર પટેલે નશાના દૂષણ અંગે આપી પ્રતિક્રિયા

અમરેલીમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યનો ડોર ટુ ડોર પ્રચાર

બીજી તરફ અમરેલીમાં (Amreli) ચલાલા નગરપાલિકાની ચૂંટણીને લઈ તમામ પક્ષે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. માહિતી અનુસાર, ચલાલા પાલિકાની 24 બેઠકોની ચૂંટણીમાં સાસંદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જે.વી. કાકડિયા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ચલાલાની બજારોમાં ભાજપ તરફે મતદાન કરવા રાજનેતાઓએ લોકોને અપીલ કરી હતી. ભાજપનાં કાર્યકર્તાઓ સંગાથે સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય કાકડિયા વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને ભાજપને મત આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો - Nursing Exam Scam : ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો Video, જાણો શું કહ્યું?

Tags :
AAPAmreliBJPCongressGir-SomnathGujarat FirstGUJARAT FIRST NEWSKodinar MunicipalityLatest Gujarati Newslocal Body electionsMunicipality ElectionsSthanik Swaraj ElectionTop Gujarat First NewsTop Gujarati News
Next Article