Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh ની વાળંદ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક, બાળકી પર હુમલાની ઘટના CCTVમાં કેદ

જૂનાગઢ (Junagadh) શહેરની વાળંદ સોસાયટીમાં રખડતા શ્વાનના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ બાળકી પર અચાનક શ્વાને હુમલો કર્યો, જેની આખી ઘટના સોસાયટીના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. આ હુમલાથી બાળકીને ઈજા થઈ હતી, પરંતુ તે સ્વેટર પહેરેલી હોવાથી બાળકીનો બચાવ થયો છે.
junagadh ની વાળંદ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક  બાળકી પર હુમલાની ઘટના cctvમાં કેદ
Advertisement
  • જૂનાગઢની (Junagadh) વાળંદ સોસાયટીમાં શ્વાનનો હુમલો
  • બાળકી પર હુમલાની ઘટના CCTV ફૂટેજમાં કેદ
  • સ્થાનિકોએ બાળકીને શ્વાન પાસેથી છોડાવી
  • વારંવાર શ્વાનના હુમલાથી સ્થાનિકો ભયમાં

Junagadh: ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે જૂનાગઢ (Junagadh) શહેરની વાળંદ સોસાયટીમાં રખડતા શ્વાનના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ બાળકી પર અચાનક શ્વાને હુમલો કર્યો, જેની આખી ઘટના સોસાયટીના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. આ હુમલાથી બાળકીને ઈજા થઈ હતી, પરંતુ તે સ્વેટર પહેરેલી હોવાથી બાળકીનો બચાવ થયો છે. બાળકી પર શ્વાને હુમલો કરતા સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવીને બાળકીને શ્વાન પાસેથી છોડાવી લીધી હતી.

વાળંદ સોસાયટીમાં શ્વાનનો હુમલો

મળતી માહિતી અનુસાર, વાળંદ સોસાયટીમાં રમી રહેલી બાળકી પર રખડતો શ્વાન અચાનક તૂટી પડ્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાને બાળકીને કરડવાનો પ્રયાસ કર્યો, જેનાથી તે ગભરાઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ બાળકીને બચાવી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બાળકીએ સ્વેટર પહેરેલું હોવાથી ગંભીર ઈજા થતા બચી ગઈ.

Advertisement

Advertisement

રહેવાસીઓમાં ભયનો માહોલ

આ ઘટનાએ સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જી દીધો છે. સ્થાનિકોએ જણાવ્યું કે વાળંદ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વારંવાર રખડતા શ્વાનના હુમલા થઈ રહ્યા છે, જેના કારણે બાળકો અને મહિલાઓ ખાસ કરીને ભયભીત છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, જેમાં લોકોને બચકા ભરાયા છે.

સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ

આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે.જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. આ મામલે વધુ તપાસ અને કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે, કારણ કે રખડતા શ્વાનનો આતંક લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યો છે.

આ પણ વાંચો: Jamnagar માં જેટકોમાં ભરતી કૌભાંડનો વિવાદ, મહાકાલ સેનાના આરોપો

Tags :
Advertisement

.

×