Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: PM નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથમાં આગમન, 108 અશ્વો સાથે શૌર્યના દર્શન થશે

Somnath: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ' નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના કરશે આકાશમાં આધુનિક ડ્રોન શો દ્વારા મંદિરનો ગૌરવવંતો ઇતિહાસ રજૂ કરાશે Somnath Swabhiman Parv: આજરોજ પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ...
somnath swabhiman parv  pm નરેન્દ્રભાઈ મોદીનું  સોમનાથમાં આગમન  108 અશ્વો સાથે શૌર્યના દર્શન થશે
Advertisement
  • Somnath: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત
  • સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ' નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના કરશે
  • આકાશમાં આધુનિક ડ્રોન શો દ્વારા મંદિરનો ગૌરવવંતો ઇતિહાસ રજૂ કરાશે

Somnath Swabhiman Parv: આજરોજ પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ પર ભવ્ય આગમન થયું છે. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના પ્રારંભે વડાપ્રધાન સોમનાથ મહાદેવના શરણે શીશ ઝુકાવીને 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણીમાં ભાગ લેવાના છે. આ મુલાકાત માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે.

રોજકોટથી સોમનાથ પહોંચ્યા વડાપ્રધાન

વડાપ્રધાન સૌથી પહેલા રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચ્યા હતા.  અહીં તેમનું મંત્રી કુંવરજી બાવળીયા, મેયર દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાને માત્ર 5 મિનિટના રોકાણ બાદ સોમનાથ જવા રવાના થયા હતા.

Advertisement

Advertisement

સોમનાથ સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વો સાથે શૌર્યના દર્શન થશે

ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન યાત્રામાં 108 જેટલા ઉચ્ચ નસલના અશ્વો જોડાવાના છે. યાત્રામાં સૌથી પહેલા 108 અશ્વ આગળ હશે. અશ્વોની તમામ જવાબદારી સંભાળતા IPS અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં અશ્વોનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે, જે આ શૌર્ય યાત્રા દ્વારા પુનઃ જીવંત થશે. આ યાત્રામાં ખાસ કરીને શુદ્ધ કાઠિયાવાડી અને મારવાડી નસલના અશ્વો પોતાની આગવી છટા વિખેરશે. વધુમાં, રાજેન્દ્રસિંહે ઉમેર્યું કે આ શોભાકૃતિમાં માત્ર અશ્વો જ નહીં, પરંતુ અશ્વસવારો પણ પરંપરાગત સાફા અને ટ્રેડિશનલ રાજપૂતી ડ્રેસમાં સજ્જ થઈને જોડાશે, જે સમગ્ર માહોલને શૌર્યસભર અને ભવ્ય બનાવશે. 108 અશ્વોની આ હરોળ સોમનાથના પટાંગણમાં ઇતિહાસ અને ગૌરવનું અનોખું સંગમ રજૂ કરશે, જેને જોવા માટે લોકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાનના આગમન પહેલા રુટનું નિરિક્ષણ

સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના આગમન પહેલા સ્વાભિમાન યાત્રાના રુટનું નિરક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીઓ, અધિકારીઓ દ્વારા કરાયું હતુ. આ રુટ નિરક્ષણ દરમિયાન જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Somnath: અડીખમ સ્વાભિમાન! શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રવેડી યોજાઈ

Tags :
Advertisement

.

×