Junagadh: પૌરાણિક ગ્રંથ 'ગિરનાર કલ્પ'માં છુપાયેલું છે ચમત્કારિક લંબે હનુમાનજી મંદિરનું ગૂઢ રહસ્ય, જાણો વિગત
- જૂનાગઢ (Junagadh) ની પવિત્ર ગિરનાર તળેટી (Footprints of Girnar) માં લંબે હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
- ચોખાના દાણા જેટલી વધતી મૂર્તિના દર્શને ભક્તો આવ્યા
- હનુમાન જયંતીએ દાદાને ૨૧ હજાર લાડુ ધરાવવામાં આવ્યા
- મહાઆરતી અને અભિષેકથી ગિરનારની તળેટી ભક્તિમય બની ગઈ
Junagadh : જૂનાગઢ (Junagadh) ની પવિત્ર ગિરનાર તળેટી (Footprints of Girnar) આજે હનુમાન જન્મોત્સવના પાવન પર્વે ભક્તિના રંગે રંગાઈ છે. અહીં આવેલું પૌરાણિક 'લંબે હનુમાન મંદિર' (Lambe Hanuman Temple) શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું (Faith) મોટું કેન્દ્ર છે. આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ 'ગિરનાર કલ્પ'માં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે અહીં હનુમાનજીની મૂર્તિ દર વર્ષે ચોખાના દાણા (Grain of rice) જેટલી વધે છે, તેથી જ તેઓ 'લંબે હનુમાન' તરીકે ઓળખાય છે.
જૂનાગઢ (Junagadh) ની પવિત્ર ગિરનાર તળેટી (Footprints of Girnar) માં આવેલ લંબે હનુમાનજીને 21 હજાર બુંદીના લાડુનો ભોગ
આજે હનુમાન જયંતી નિમિત્તે દાદાને 21 હજાર બુંદીના લાડુનો ભોગ (Offering) ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શ્રુંગાર, અભિષેક અને મહાઆરતીના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો (Queues) જોવા મળી હતી. ગિરનારની પરિક્રમા કે યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ (Devotees) દાદાના આશીર્વાદ લીધા વગર પ્રયાણ કરતા નથી. મંદિરના મહંતે આ અવસરે તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ તેમણે વર્તમાન સમયમાં ચાલતા યુદ્ધો વિરામ પામે અને સમગ્ર પૃથ્વી પર સુખ-શાંતિ જળવાય રહે તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના (Prayer) કરી હતી. ભક્તિ અને ભાવના સંગમ સાથે આજે ગિરનારની ગુફાઓ 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠી હતી.
લંબે હનુમાનની મૂર્તિ ચોખાના દાણા જેટલી વધે છે
ગિરનાર તળેટી મા અનેક દેવી દેવતાઓના પૌરાણીક મંદીર આવેલા છે અને તમામ મંદીરોનો પુરાણોમા ઉલ્લેખ (Mention) છે આવુ જ એક પૌરાણીક મંદીર એટલે લંબે હનુમાન મંદીર.આ લંબે હનુમાનની મૂર્તિ ચોખાના દાણા જેટલી વધતી હોવાથી આ મંદીર લંબે હનુમાનથી સુવિખ્યાત (Famous) છે.
ગિરનાર કલ્પ પુસ્તકમાં પૌરાણિક મંદિરનો ઉલ્લેખ
લંબે હનુમાન મંદીરનો ઉલ્લેખ પૌરાણીક છે સાથે આ મંદીરનો ઉલ્લેખ ગિરનાર કલ્પ નામના પુસ્તકમા લખાયેલ છે હજારો શ્રધ્ધાળુ ઓ અહી વર્ષ દરમિયાન દર્શને આવે છે. આજે હનુમાન જયંતિના પાવન દિવસે ભક્તો નુ ઘોડાપુર (Surge of devotees) ઉમટયુ હતુ.. હનુમાનજી ને 21 હજાર બુંદી ના લાડુ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાથે મહાઆરતી. શ્રુંગાર (Decoration) તેમજ અભિષેક (Anointment) કરવામાં આવ્યો હતો.
મંદીરમા રામ, લક્ષ્મણ જાનકી સહીત અનેક દેવી દેવતાઓની મૂર્તિના દર્શન
ગિરનારની યાત્રાએ જતા તમામ યાત્રાળુઓ (Pilgrims) યાત્રા શરૂ કર્યા પહેલા અને બાદમા લંબે હનુમાન જી ના આશીર્વાદ મેળવે છે. આ મંદીરમા રામ, લક્ષ્મણ જાનકી સહીત અનેક દેવી દેવતાઓની મૂર્તિના દર્શન (Darshan) થાય છે. લંબે હનુમાનજીના મહંત દ્વારા સહુ ભક્તો પર હનુમાનજીની કૃપા વરસે તેવા આશીર્વાદ આપ્યા હતા સાથે વર્તમાન સમયમાં ચાલતુ યુધ્ધ (War) બંધ થાય અને પૃથ્વી ઉપર ના તમામ જીવોનું કલ્યાણ (Welfare) થાય તેવી ભગવાન હનુમાન પાસે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: LIVE:Hanuman Jayanti 2026: ઊંઝામાં ભક્તોનું મહેરામણ, ખેડામાં 101 કિલોની કેક, ગોંડલમાં ભવ્ય શોભાયાત્રા


