Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh નું એવું ગામ જ્યાં ધુળેટીએ 'રાજા'ને ગધેડા પર બેસાડી કાઢવામાં આવે છે વરઘોડો! જાણો અનોખી પરંપરા વિશે

Junagadh : ગુજરાતના જૂનાગઢ (Junagadh) જિલ્લાના વંથલી તાલુકામાં આવેલા ધંધુસર (Dhandhusar) ગામમાં ધુળેટીના પર્વ પર વર્ષો જૂની અને અનોખી પરંપરા આજે પણ જીવંત છે. અહીં નીકળતો'રા'નો વરઘોડો માત્ર મનોરંજન જ નહીં, પણ ઊંડો આધ્યાત્મિક અને સામાજિક સંદેશ આપે છે.
junagadh નું એવું ગામ જ્યાં ધુળેટીએ  રાજા ને ગધેડા પર બેસાડી કાઢવામાં આવે છે વરઘોડો  જાણો અનોખી પરંપરા વિશે
Advertisement
  • જૂનાગઢ (Junagadh) જિલ્લાના  ધંધુસરનો અનોખો 'રા'નો વરઘોડો
  • અહંકાર ત્યાગ અને સામાજિક એકતાનો સંદેશ
  •  ગધેડા પર સવાર વ્યક્તિને ગ્રામજનો સાચા રાજાની જેમ આપે છે માન
  • લોકો રોજિંદા તણાવ ભૂલીને હળવાશ અનુભવે તે માટે આ 'રા' નો વરઘોડો કાઢવામાં આવે છે
  • વરઘોડો આખા ગામમાં ફરીને અંતે રામજી મંદિરે પૂર્ણ થાય છે

Junagadh : ગુજરાતના જૂનાગઢ (Junagadh) જિલ્લાના વંથલી તાલુકામાં આવેલા ધંધુસર (Dhandhusar) ગામમાં ધુળેટીના પર્વ પર વર્ષો જૂની અને અનોખી પરંપરા આજે પણ જીવંત છે. અહીં નીકળતો'રા'નો વરઘોડો માત્ર મનોરંજન જ નહીં, પણ ઊંડો આધ્યાત્મિક અને સામાજિક સંદેશ આપે છે.

junagadh- Gujarat first

Advertisement

શું છે આ પરંપરા?

આ દિવસે ગામના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ (Eminent Person), મજાકિયો સ્વભાવ ધરાવતી વ્યક્તિ અથવા જેનો જન્મદિવસ (Birthday) હોય તેને 'રા'એટલે કે 'રાજા' (King) તરીકે પસંદ કરવામાં આવે છે. જે વ્યક્તિએ માનતા (Vow) માની હોય તેને પણ આ સન્માન મળે છે.

Advertisement

અનોખો શણગાર: પસંદ કરેલી વ્યક્તિના મોઢા પર કાળું ટીલું અને રંગ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ફૂલોના હાર (Flower Garlands) પહેરાવી ગધેડા (Donkey) પર બેસાડવામાં આવે છે.

શાહી માન-સન્માન:ભલે સવારી ગધેડાની હોય, પણ ગ્રામજનો તેમને સાચા રાજાની જેમ માન આપે છે. બહેનો તેમના દુખણા (Blessings) લે છે અને શુકન તરીકે રોકડ રકમ (Cash) અર્પણ કરે છે.

ઉજવણીનો માહોલ:ઢોલ-નગારા (Drums) ના તાલે આખું ગામ નાચતું-ગાતું ગુલાલની (Colored Powder) છોળો ઉડાડે છે. આ વરઘોડો આખા ગામમાં ફરીને અંતે રામજી મંદિરે પૂર્ણ થાય છે.

junagadh- Gujarat first

પરંપરા પાછળનો ગૂઢ અર્થ

આ પરંપરા પાછળનો હેતુ કોઈનું અપમાન કરવા માટે નહીં પણ ​અહંકારનો ત્યાગ માટે છે આ કરવા પાછળની માન્યતા છે કે માણસે પોતાના પદ કે પ્રતિષ્ઠાનો અહંકાર છોડીને સામાન્ય માણસ કે પ્રાણી જેવું નમ્ર બનવું જોઈએ. આજના દિવસે રાજા હોય કે રંક, બધા સમાન બની જાય છે. ગધેડો જેવું સામાન્ય પ્રાણી પણ વરઘોડાનું કેન્દ્ર બને છે, જે સૂચવે છે કે સૃષ્ટિના દરેક જીવનું મહત્વ છે. આમ, હોળી-ધુળેટી એ હાસ્યનો ઉત્સવ છે. લોકો રોજિંદા તણાવ ભૂલીને હળવાશ અનુભવે તે માટે આ 'રા' નો વરઘોડો કાઢવામાં આવે છે.

આ પણ વાંચો:  કોંગ્રેસ નેતા Virjibhai Thummar ના પત્ર સામે ભાજપ પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલનો જડબાતોડ જવાબ

Tags :
Advertisement

.

×