Junagadh: આ છે પાણીનું મૂલ્ય? ઝાંઝરડા ગામે ટાંકીનો વાલ્વ તૂટતા હજારો ગેલન પાણી વહી ગયું!
- Junagadh ના ઝાંઝરડા ગામે પાણીનો વેડફાટ
- મનપાની ઓવરહેડ ટાંકીનો વાલ્વ તૂટ્યો
- રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા
- મનપા દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં
Junagadh Water Wastage:એકતરફ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની તંગીના સમાચાર સામે આવતા હોય છે, તંત્ર પાણીનું મૂલ્ય સમજાવતું હોય છે. ત્યારે જૂનાગઢ (Junagadh) મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. ઝાંઝરડા (Zanzarda) ગામે તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઝાંઝરડા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકી (Water tank) નો મુખ્ય વાલ્વ અચાનક તૂટી પડતા હજારો ગેલન પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર વહી ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
Junagadh: વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વહેલી સવારથી જ ટાંકીનો વાલ્વ ક્ષતિગ્રસ્ત થતા પાણીનો પ્રવાહ અનિયંત્રિત બની ગયો હતો. જોતજોતામાં લાખો લીટર પાણી ગટરો અને રસ્તાઓ પર ફરી વળ્યું હતું. જે પાણી લોકોના ઘર સુધી પહોંચવું જોઈતું હતું, તે તંત્રની જાળવણીના અભાવે વેડફાઈ રહ્યું છે. રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મકાનોના ઉંબરા સુધી પાણી પહોંચી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
Junagadh તંત્રની બેદરકારી!
આક્ષેપ છ કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) ના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહીશોએ અનેકવાર જાણ કરી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.
આ પણ વાંચોઃ Junagadh: MLA ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા અપાઈ હતી લાલચ! જૂતું ફેંકનારે શું કહ્યું?


