Jay-Veeru Lions: ગીરના પ્રસિદ્ધ જય-વીરુ સિંહ બેલડીને ભાવનાત્મક અંજલિ, સાંસદ દ્વારા અનોખું સ્મૃતિ સન્માન
ગીરના જંગલની સુપ્રસિદ્ધ સિંહ બેલડી 'જય-વીરુ'ને અંજલિ આપતા સાંસદ પરિમલભાઈ નથવાણીએ સાસણ ગીર ખાતે બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું છે. આ જોડીએ પોતાના નીડર વ્યક્તિત્વ અને અતૂટ મિત્રતા દ્વારા ગીરના અનેક વિસ્તારો પર શાસન કર્યું હતું. એક વર્ષ અગાઉ સીમાડાની લડાઈમાં થયેલા તેમના દુઃખદ અવસાન બાદ, આ સ્મૃતિ દ્વારા તેમના અવિસ્મરણીય વારસાને અમર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Advertisement
Jay-Veeru Lions: ગુજરાતના ગૌરવ સમાન ગીરના જંગલની સૌથી લોકપ્રિય અને અવિભાજ્ય સિંહ બેલડી 'જય-વીરુ' હવે પ્રવાસીઓ માટે અમર બની ગઈ છે. સિંહપ્રેમી અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા સાસણ ગીરના સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે આ બંને વીર સિંહોને દર્શાવતા ખાસ 'બેકલાઇટ બોર્ડ' (Backlight Board)નું અનાવરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ વન સંરક્ષક રામ રતન નાલા અને વન અધિકારીઓની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.

