Junagadh: સામ્રાજ્ય માટે બે સિંહોની લડાઈ, જુઓ ડાલામથ્થાનો Video
- Junagadh: સામ્રાજ્યની લડાઈમાં બે સિંહોની લડાઈ સામે આવી છે
- બે ડાલામથ્થા સિંહો વચ્ચેની આક્રમક લડાઈ સામે આવી
- એકબીજા પર હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા
Junagadh: જુનાગઢમાં સામ્રાજ્યની લડાઈમાં બે સિંહોની લડાઈ સામે આવી છે. જેમાં બે ડાલામથ્થા સિંહો વચ્ચેની આક્રમક લડાઈ સામે આવી છે. એકબીજા પર હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર જંગલ બંનેની ગર્જનાથી કંપી ઉઠ્યું હતું. જેમાં ભલભલાને ધુજાવી નાખે તેવો ડાલામથ્થાએ હુમલો કર્યો છે. ત્યારે ગીર જંગલમાં પ્રવાસીઓને અદ્ભુત નજારો જોવા મળ્યો છે.
એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એટલે આપણું ગીર
એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એટલે આપણું ગીર. તાજેતરમાં સાસણ ગીરના જંગલ વિસ્તારમાં સફારી દરમિયાન પ્રવાસીઓને પ્રકૃતિનો એક એવો નજારો જોવા મળ્યો, જે જોઈને તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જંગલના રાજા ગણાતા બે શક્તિશાળી સિંહો વચ્ચે ઈનફાઈટનાં દ્દશ્યો સામે આવ્યા છે.
Junagadh | બે સિંહો વચ્ચે સામ્રાજ્યની લડાઇ! | Gujarat First
જૂનાગઢમાં સામ્રાજ્યની લડાઈમાં બે સિંહોની લડાઈ
બે ડાલામથ્થા સિંહો વચ્ચેની આક્રમક લડાઈ
એકબીજા પર હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા
ગીર જંગલ બંનેની ગર્જનાથી કંપી ઉઠ્યું હતું
ભલભલાને ધુજાવી નાખે તેવો ડાલામથ્થાએ કર્યો… pic.twitter.com/07z487Ht8J— Gujarat First (@GujaratFirst) December 23, 2025
Junagadh: એશિયાઇ સિંહ વિશે જાણો
એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી "મોટી બિલાડી" ઓ માંથી એક છે.
આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે
અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દિપડો (Snow leopard), અને ધબ્બેદાર દિપડો (Clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી. બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે પરંતુ, આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.
આ પણ વાંચો: Surat: શહેરમાં 26 દિવસમાં ઓવર સ્પીડના 26 હજારથી વધુ કેસ નોંધાયા


