Visavadar Assembly by-election આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની સભામાં હોબાળો
- આપ પાર્ટી ઉમેદવાર વિસાવદરના જીવા પરામાં સભા યોજાઈ હતી
- ભાજપના ઇસારે પથ્થરમારોના પ્રયાસ કરાયાના આક્ષેપ થયા
- હાલ મામલો વિસાવદર પોલીસ મથકે પહોંચ્યો છે
Visavadar Assembly by-election : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની સભામાં હોબાળો થયો છે. જેમાં વિસાવદરના જીવા પરામાં સભા યોજાઈ હતી. વિસાવદરના નગર સેવક કમલેશ રિબડીયાનો પુત્ર અક્ષય અને અન્ય નગર સેવક રમીજ મેતરના ભાઈ નાસીર નામના ઈસમે પથ્થરમારોના પ્રયાસ કર્યાનો આપ પાર્ટીનો આક્ષેપ છે.
ભાજપના ઇસારે પથ્થરમારોના પ્રયાસ કરાયાના આક્ષેપ થયા
ભાજપના ઇસારે પથ્થરમારોના પ્રયાસ કરાયાના આક્ષેપ થયા છે. તેમજ હાલ મામલો વિસાવદર પોલીસ મથકે પહોંચ્યો છે. આપ પાર્ટી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા પર ભાજપ દ્વારા હુમલાનાં પ્રયાસની ઘટના બનતા ચકચાર મચી છે. વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં સભા દરમિયાન ભાજપના નગરસેવકના પુત્ર અને અમુક અસામાજિક તત્વોએ હુમલો કર્યાની રાવ સાથે આપના આગેવાનોએ પોલીસ સ્ટેશનને ધરણા શરૂ કર્યા છે. ગત મોડી રાત્રિના સમયે વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની સભાનું આયોજન હતું.
તેમની ગાડીને 20 થી 25 જેટલા શખ્સોએ ઘેરી લીધી
ગોપાલ ઇટાલીયા એક અગ્રણીના ઘરે બેસવા ગયા ત્યારે તેમની ગાડીને 20 થી 25 જેટલા શખ્સોએ ઘેરી લીધી હતી. આ અંગેની તેમના કાર્યકરોએ તેમને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. અચાનક ટોળું આવી બેફામ ભૂંડી ગાળો દઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગોપાલ ઇટાલીયા અને આપના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. પરંતુ પોલીસ સ્ટેશનના અધિકારી સમયસર ન આવતા તેઓએ પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા.
આ મામલે વિસાવદર પંથકમાં રાજકારણ ગરમાયું
ગોપાલ ઇટાલીયાએ આ અંગે આક્ષેપ કર્યો હતો કે ભાજપના નગરસેવક કમલેશ રીબડીયાનો પુત્ર અક્ષય, ભાજપનો જ અન્ય નગર સેવકનો ભાઈ નાસીર તથા તેના ગુંડાઓએ હુમલાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ રાખતા તેઓએ ધરણા શરૂ કર્યા છે. ધરણા દરમિયાન પોલીસ સ્ટેશનમાં આવીને જ એક શખ્સ આપના ઉમેદવાર સહિતના કાર્યકરોને ધમકાવતો હોવાની ઘટના પણ બની હતી. આ મામલે વિસાવદર પંથકમાં રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 9 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?