વેરાવળના ઉમરેઠીમાં ભારે આક્રંદ: હિરણ નદીમાં 11 વર્ષનો માસૂમ કિશોર થયો લાપતા
Crocodile Attack Fear: વેરાવળના ઉમરેઠી ગામે હિરણ નદીમાં એક 11 વર્ષનો કિશોર રહસ્યમય રીતે લાપતા થયો છે. નદીમાં મગરોની ભારે સંખ્યા હોવાથી કિશોર ડૂબ્યો છે કે તેને મગર ખેંચી ગયો છે તે અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. ફાયર બ્રિગેડની ટીમે સતત 4 કલાક સુધી નદીમાં ભારે શોધખોળ કરી હોવા છતાં કિશોરનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
Advertisement
Umrethi Village: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ (Veraval) તાલુકાના ઉમરેઠી (Umrethi) ગામેથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠી ગામેથી પસાર થતી હિરણ નદી (Hiran River) ના પટમાં એક 11 વર્ષનો માસૂમ કિશોર (Minor Boy) અચાનક લાપતા (Missing) થઈ ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને કિશોરના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. નદી કિનારે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

